Western Times News

Gujarati News

અમદાવાદીઓએ પીવી સિંધુને પણ લગાડ્યું ગરબાનું ઘેલું

અમદાવાદ, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે. શટલ સાથે કમાલ કરનાર આ ખેલાડીએ હવે ગરબાનાં મેદાનમાં પણ કરતબ બતાવ્યું હતું. ગુજરાત મુલાકાત દરમિયાન સિંધુને હવે ગરબાનું ઘેલું લાગ્યું છે.

સિંધુએ ગુરુવારે રાત્રે અમદાવાદ મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા. ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. આ સમયે દેશનો કોઈ પણ વ્યક્તિ ગુજરાતની મુલાકાત લે તો દેખીતી રીતે એ ગુજરાત અને ગરબાને પ્રેમ કરવા લાગે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે પણ એવું જ કઈંક બન્યું છે.

હાલ તેઓ અમદાવાદની મુલાકાતે છે અને ગઈકાલે અમદાવાદીઓ સાથે તેઓ ગરબે ઘૂમ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૩૬મા નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે.

દેશભરમાંથી એથ્લિટ્‌સ અને સ્પોર્ટ્‌સ જગતનાં ધુરંધરો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી નીરજ ચોપરા વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ગરબાનો આનંદ માન્યો હતો. સાથે તેમણે માતાજીની આરતી પણ કરી હતી.

તો હવે શટલર પીવી સિંધુ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે અમદાવાદમાં તેમણે અમદાવાદીઓ સાથે ગરબાની મજા લીધી હતી તેઓની સાથે પૂર્વ ઓલિમ્પિયન ખેલાડી અંજુ બેબી જ્યોર્જ પણ જાેડાયા હતા. તેઓનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

અમદાવાદ ખાતે યોજાનારી વિવિધ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ક્વોલિફાય થયેલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ગુજરાતમાં નેશનલ ગેમ્સની સાથે ગરબાની રમઝટ પણ જામી રહી છે. નેશનલ ગેમ્સમાં અમદાવાદ સહભાગી થતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની ઉભરતી પ્રતિભાને નવું બળ મળશે. ૧૫ સ્થળે નેશનલ ગેમ્સમાં અંદાજે ૫૦૦૦થી વધારે એથિલ્ટ્‌સ ભાગ લેશે.

નેશનલ ગેમ્સમાં ૨૮૦ ગેમ અને ૨૦ સ્પોર્ટ્‌સમાં ૫ હજારથી વધુ એથલિટ્‌સ ભાગ લેશે જેને લઈને અમદાવાદમાં સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. સોઈલ ફિલીંગ અને લેવલીંગ સાથે બે ફિલ્ડની લોન મેઇન્ટનનું કામ ચાલી રહ્યું છે. જે લગભગ ૧૫ September સુધી પૂરું થઈ જશે. જ્યારે રિવરફ્રન્ટનાં સ્પોર્ટ્‌સ કોમલેક્ષમાં ૨૫ મીટરની સ્કેટિંગ રિંક કોટા સ્ટોનથી બનાવાઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.