Western Times News

Gujarati News

શાલિની અગ્રવાલ સુરતના તો બંછાનીધિ પાની બન્યા વડોદરાના નવા કમિશનર

ગાંધીનગર, ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં સુરત અને વડોદરાના કમિશ્નરની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત અને વડોદરા મહાનગર પાલિકાના કમિશનરોની બદલી થઇ છે.

શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે જ્યારે બંછાનિધી પાનીની વડોદરા મનપાના નવા કમિશનર બન્યા છે. બે મહાનગરપાલિકાના કમિશનરની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચનો એક નિયમ હોય છે કે, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને પોતાના સ્થાન પર જાે ત્રણ વર્ષથી વધુનો સમય થયો હોય તો તેમની બદલી કરવી.

જેના ભાગરૂપે જ વડોદરા અને સુરતના કમિશ્નરની બદલી કરવામાં આવી છે. રાજ્યભરમાં નવલી નવરાત્રીનો જાેમ છવાયો છે. ખેલૈયાઓ આ વખતે મન મુકીને ગરબે રમી રહ્યા છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ ફેમ બબિતાજી ઉર્ફે મુનમુન દત્તા વડોદરાની મહેમાન બની હતી.

શુક્રવારની રાતે મુનમુન દત્તાએ વડોદરાના ગરબા માણ્યા હતા. આ પહેલાની રાતે એટલે ગુરુવારની નવરાત્રીએ મુનમુન દત્તાએ જામનગરના ગરબા માણ્યા હતા. ૬૫ વર્ષીય મીનાબેન મહેતા છેલ્લા ૮ વર્ષથી સુરતમાં રહીને સુરતના ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જાતે જઈને ત્યાંની દીકરીઓ અને મહિલાઓને પેડ વાપરવા માટે શિક્ષણ આપે છે અને તેની સાથે તેઓ એક પેડની કીટ પણ આપે છે.

જેમાં સાબુ , શેમ્પુ , પેન્ટી , ખજૂર અને ચણા આપે છે. આ કાર્ય તેઓ વર્ષમાં એક વાર નહિ પરંતુ દર મહિને આપવા માટે જાય છે. આજકાલના વ્યસ્ત જીવનમાં આપણે સૌ એટલા બધા રચ્યા પચ્યા રહીએ છે કે આપણને બીજા કોઈની સમસ્યા વિશે ૨ મિનિટ કરતા વધારે વિચારવાનો સમય નથી રહેતો અને આવા વ્યસ્ત જીવનમાં કોઈ અન્ય વ્યક્તિની પીડાને જાેઈને તેને અનુભવ કરીને અને તેને હલ કરવા માટે જાે કોઈ વ્યક્તિ અથાક પ્રયત્ન કરે તો તેવા વ્યક્તિનો ખાસ આભાર માનવો જાેઈએ અને તેમના આ કાર્યો બીજા પણ વાંચે અને તેમાંથી પ્રેરણા લઈને એક નવી શરૂઆત કરે તેનાથી વિશેષ શું હોઈ શકે છે?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.