Western Times News

Gujarati News

રામોલ BRTSમાં ખિસ્સા કાતરૂ રંગે હાથ ઝડપાયો

ચોરીનો ભોગ બનનાર વિદ્યાર્થીએ તુરંત પોલીસને જાણ કરતાં રોકડ ભરેલુ પર્સ પરત મેળ્યુ

અમદાવાદ : બીઆરટીએસ બસોમાં મુસાફરોની ભીડ વધુ હોઈ તસ્કરો કેટલાક સમયથી બસોમા સક્રીય થયા છે ભઈડનો લાભ ઉઠાવી હાથની સફાઈ બતાવી રફુચક્કર થઈ જાય છે જા કે રામોલ વિસ્તારમાં એક તસ્કરને કળા બતાવતી ભારે પડી હતી એક વિદ્યાર્થીનુ પર્સ ચોરી લેવાતા તેણે ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો અને શંકાસ્પદ શખ્શની તપાસ કરાત પોલીસને વિદ્યાર્થીનું પર્સ અને રોકડ મળી આવ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે પાર્થ ચાર કલોલ ગાધીનગર ખાતે રહે છે કોલેજમાં અભ્યાસ કરતો પાર્થ પોતાના ધંધો ચલાવે છે.

જે માટે ગુરુવારે અમદાવાદ ખાતે આવેલો પાર્થ જશોદાનગર ઉતર્યાે હતો અને કાર્ય પૂર્ણ કરી પરત બીઆરટીએસમાં બેઠો હતા.  આશરે સાંજે સાત વાગ્યાના સુમાર પાછળ ઉભા રહેલા એક વ્યÂક્તએ પાર્થને બેગની ચેઈન ખુલ્લી હોવાનું જણાવ્યુ હતુ જે તપાસમાં બેગમાંથી ચાર હજારની રોકડ મોળુ પર્સ ગાયબ હતુ આ અંગે તુરત જ પાર્થે ૧૦૦ નંબર પર ફોન કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી.

જેથ પાસે ઉભા રહેલા શખશ ઉપર પાર્થને શકા જતા પોલીસે તેની તપાસ કરી હતી એ તેની પાસેથી પાર્થનું રોકડ તથા અન્ય દસ્તાવેજા ભરેલુ પર્સ મળી આવ્યુ હતુ પૂચપરછ કરતા તે રામોલ જનતાનગરમા રહેતો મહમદ ઈકબાલ મોહમદ જીન્હા પઠાણ હોવાનું ખુલ્યુ છે પોલીસે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.