Western Times News

Gujarati News

હૃતિકને ૧૭ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોઈને લોકો ભડક્યા

મુંબઈ, બોલિવુડ કપલ્સ જ્યારે જાહેરમાં દેખાય ત્યારે એકબીજાના હાથમાં હાથ નાખીને જતાં જાેવા મળે છે. હાલ એક્ટર હૃતિક રોશન પોતાની ફિલ્મ ‘વિક્રમ વેધા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. હૃતિક રોશન પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.

હૃતિક રોશન હાલ પોતાનાથી આશરે ૧૭ વર્ષ નાની એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને અવારનવાર સાથે જાેવા મળે છે. હાલમાં જ તેઓ સાથે જાેવા મળ્યા હતા. કપલ આમ તો ઉતાવળમાં હતું પરંતુ મીડિયાના ફોટોગ્રાફર્સે વિનંતી કરતાં તેમણે ઊભા રહીને પોઝ આપ્યા હતા. હૃતિક અને સબાની હાલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ તેમને ટ્રોલ કરવાના શરૂ કર્યા હતા. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તો તેમને પિતા-પુત્રીની જાેડી કહી રહ્યા છે.

હૃતિક રોશન જૂહુમાં ગર્લફ્રેન્ડ સાથે જાેવા મળ્યો હતો. બંનેએ કેઝ્‌યુઅલ આઉટફિટમાં પોઝ આપ્યા હતા. હૃતિક રોશન ઓલ બ્લેક લૂકમાં જાેવા મળ્યો હતો. જ્યારે સબા બ્લૂ રંગના ક્રોપ ટોપ અને જિન્સમાં ક્યૂટ લાગતી હતી.

હૃતિક અને સબા છેલ્લા થોડા મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કારની અંદર બેસતા પહેલા હૃતિક-સબાએ મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. પહેલા તો હૃતિક એકલો જ પોઝ આપી રહ્યો હતો પરંતુ બાદમાં તેણે સબાને પણ બોલાવી હતી.

હૃતિક રોશને સબા આઝાદે સબાની કમર પર હાથ રાખીને પોઝ આપ્યો હતો. પોઝ આપતી વખતે બંને અંદોરઅંદર કંઈક વાત કરીને હસી પણ રહ્યા હતા. આ વિડીયો જાેઈને લોકો જાતભાતના રિએક્શન આપી રહ્યા છે.

કેટલાક લોકોએ તો બંનેને પિતા-પુત્રીની જાેડી કહીને મજાક ઉડાવી છે. વળી કેટલાકે આ કપલને બોયકોટ કરવાની માગ કરી છે. કેટલાક લોકોએ કહ્યું હતું કે, હૃતિક સાથે સબાની જાેડી જામતી નથી. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે, હૃતિક આનાથી વધુ સારી પ્રેમિકા મેળવવાને પાત્ર છે.

હૃતિક રોશને અગાઉ ઈન્ટીરિયર ડિઝાઈનર સુઝૈન ખાન સાથે લગ્ન કર્યા હતા. જાેકે, ૨૦૧૪માં સુઝૈન અને હૃતિક અલગ થઈ ગયા. તેમના બે દીકરાઓ છે-હૃદાન અને હૃહાન. તેઓ સાથે મળીને દીકરાઓને ઉછેરે છે. ડિવોર્સ પછી પણ હૃતિક અને સુઝૈન વચ્ચે સારી મિત્રતા છે.

સુઝૈન હાલ અર્સલાની ગોની સાથે રિલેશનશીપમાં છે. ચારેય ગોવામાં સાથે પાર્ટી કરતાં જાેવા મળ્યા હતા. વિક્રમ વેધા બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. આ જ નામની તમિલ એક્શન ક્રાઈમ થ્રિલરની હિન્દી રિમેક છે. આ ફિલ્મ પુષ્કર અને ગાયત્રીએ ડાયરેક્ટર કરી છે. તેમણે તેલુગુ ફિલ્મનું પણ ડાયરેક્શન કર્યું હતું. હવે હૃતિક દીપિકા પાદુકોણ સાથે એક્શન ફિલ્મ ફાઈટરમાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.