Western Times News

Gujarati News

પીટી ઉષાની ભૂમિકા અદા કરવા માટે ઉત્સુક: ઉર્વશી

મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઉર્વશી રોટેલાએ કહ્યુ છે કે તે પીટી ઉષાની ભૂમિકા અદા કરવા માટે ખુબ ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે તે આ રોલ માટે સૌથી આદર્શ તરીકે છે. તેનો દાવો છે કે તે વિતેલા વર્ષોમાં એક એથલીટ તરીકે રહી છે. તેનુ કહેવુ છે કે તે રાષ્ટ્રીય સ્તર પર એક એથલીટ તરીકે રહીને જારદાર દેખાવ કરી ચુકી છે. તે યુવતિઓની ટીમની કેપ્ટન તરીકે હતી. તેના કરતા વધારે શાનદાર રોલ આ કોઇ અન્ય કરી શકશે નહીં. તે એક રેસર તરીકે પણ રહી ચુકી છે.

કેટલીક રેસ જીતી પણ છે. જેથી તેને લાગે છે કે પીટી ઉષાના રોલને તે પૂર્ણ ન્યાય આપી શકે છે. તે સ્પોર્ટસ બાયોપિક ફિલ્મમાં સૌથી ફિટ બેસે છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ નિર્માતાઓને ટ્રેનિંગ માટે સમય ખરાબ કરવાની પણ જરૂર રહેશે નહીં. જા તેને લેવામાં આવશે તો સીધો ફાયદો થનાર છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મને લઇને આશાવાદી છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં પાગલપંથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત બનેલી છે.

આ ફિલ્મનુ નિર્દેશન અનીસ બાઝમી કરી રહ્યા છે. આ એક કોમેડી ફિલ્મ છે. અનીસની સાથે કામ કરવાને લઇને અભિનેત્રીએ કહ્યુ છે કે તે ફિલ્મમાં કામ કરીને ખુબ ખુશ છે. તેને ખુબ નવી બાબતો શિખવા મળી રહી છે. તેઓ ખુબ સારા નિર્દેશક તરીકે છે. પીટી ઉષાની લાઇફ પર ફિલ્મને લઇને હાલમાં ભારે ચર્ચા ચાલી રહી છે. નિર્માતા નિર્દેશકો દેશના સ્ટાર ખેલાડીઓ પર હાલમાં ફિલ્મોના નિર્માણમાં લાગેલા છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં કામ કરવાને લઇને તે તૈયારી કરી રહી છે. ઉર્વશી બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવે છે. સાથે સાથે તે કેટલીક સારી ફિલ્મોમાં વિતેલા વર્ષોમાં રોલ પણ કરી ચુકી છે. તે મુળભુત રીતે આઇટમ સોંગ તરીકે રોલ મેળવતી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.