Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૦ના દાયકાથી અત્યાર સુધી ૪૨,૦૦૦ લોકોના જીવ ગયા: શાહ

The riots in Gujarat have always been viewed through political lens

અમિત શાહે કહ્યુ કે મોદી સરકાર આતંકવાદને સહન કરતી નથી અને તેનો સંપૂર્ણ સફાયો કરવા ઈચ્છે છે-અમિત શાહે પાકિસ્તાન સાથે વાતચીતનો ઈનકાર કર્યો

શ્રીનગર,  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરશે અને તેને દેશની સૌથી શાંતિપૂર્ણ જગ્યા બનાવશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ પાકિસ્તાન સાથે કોઈ પ્રકારની વાતચીતનો ઇનકાર કરી દીધો. બારામૂલામાં એક રેલીને સંબોધિત કરતા શાહે પૂછ્યુ કે શું આતંકવાદથી કોઈને ફાયદો થયો છે? જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૦ના દાયકાથી અત્યાર સુધી ૪૨,૦૦૦ લોકોના જીવ ગયા છે.

તેમણે જમ્મુ-કાશ્મીરમાં કથિત રીતે વિકાસ ન થવા માટે અબ્દુલ્લા (નેસનલ કોન્ફરન્સ), મુફ્તી (પીડીપી) અને નેહરૂ ગાંધી (કોંગ્રેસ) ના પરિવારોને પણ જવાબદાર ઠેરવ્યાં છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે અમારે પાકિસ્તાન સાથે વાત કરવી જાેઈએ. અમે પાકિસ્તાન સાથે કેમ વાત કરીએ? અમે વાત નહીં કરીએ. અમે બારામૂલાના લોકો સાથે વાત કરીશું, અમે કાશ્મીરના લોકો સાથે વાત કરીશું.

અમિત શાહે કહ્યું કે મોદી સરકાર આતંકવાહને સહન કરતી નથી અને તેનો અંત તથા સફાયો કરવા ઈચ્ચે છે. તેમણે કહ્યું- અમે જમ્મુ-કાશ્મીરને દેશનું સૌથી શાંતિ પૂર્ણ સ્થાન બનાવવા ઈચ્છીએ છીએ. શાહે કહ્યું કે કેટલાક લોકો હંમેશા પાકિસ્તાન વિશે વાત કરે છે પરંતુ તે જાણવા ઈચ્છે છે કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે) ના કેટલા ગામમાં વીજળી કનેક્શન છે?

રેલીને સંબોધિત કરતા શાહે આગળ પૂછ્યું- અમે ત્રણ વર્ષોમાં તે નક્કી કર્યું છે કે કાશ્મીરના બધા ગામોમાં વીજળી કનેક્શન હોય. જમ્મુ-કાશ્મીરના રાજકીય પરિવારોનું નામ લેતા ગૃહમંત્રી શાહે આરોપ લગાવ્યો કે તેમના નિયમ કુશાસન, ભ્રષ્ટાચાર અને વિકાસની કમીથી ભરેલા હતા. તેમણે કહ્યું, મુફ્તી એન્ડ કંપની, અબ્દુલ્લા અને તેના બે પુત્રો અને કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરના લોકોના કલ્યાણ માટે કંઈ કર્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.