Western Times News

Gujarati News

મેમણવાળા વિસ્તારમાંથી પોલીસે ૧૦ થી ૧૫ શખ્સોને રાઉન્ડઅપ કર્યા

પોરબંદરમાં દબાણ હટાવો ઝૂંબેશ વખતે થયેલાં પથ્થરમારામાં ૧૦૦થી લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો

પોરબંદર, પોરબંદરમાં તંત્રની કાર્યવાહી સામે સ્થાનિકો રોષે ભરાયા હતાં. જાેકે, ગેરકાયદે દબાણો દૂર કરવા માટે સરકાર હવે કડક હાથે કામ લઈ રહી છે.

આજે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતુંકે, ગેરકાયદે દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. અને સરકારી કામકાજમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો કરનાર તોફાની તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.ઉલ્લેખનીય છેકે, પોરબંદરમાં ગઈકાલે ડિમોલિશનની કામગીરી સમયે પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા ટિયર ગેસ પર છોડવામાં આવ્યા હતા. તેને લઈને પોલીસ દ્વારા ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આજે પોલીસે ૪૦ જેટલા લોકોને રાઉન્ડ અપ પણ કર્યા છે. પોરબંદર જિલ્લાના મેમણવાળા વિસ્તારમાંથી પોલીસે ૧૦ થી ૧૫ શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. તેમજ ઉદ્યોગ નગર વિસ્તારમાંથી ૨૦ થી ૨૫ શખ્સોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કર્યા છે.

પોલીસે હાલ શહેરમાંથી કુલ ૪૦ કેટલા શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે આગળની તપાસ પણ હાથ ધરી છે. હજી પણ કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવશે.રેન્જ આઇ.જી પણ આજે સવારે પોરબંદર ખાતે દોડી આવ્યા હતા. અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી. શહેરીજનોને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.