Western Times News

Gujarati News

‘હોમવર્ક ન લઈ જતાં ટ્યુશન સંચાલક સ્ટીલની ફુટપટ્ટી વડે માર મારતો

પાલનપુરમાં હોમવર્ક ન લઈ જતા વિદ્યાર્થીનું કરાવ્યું મુંડન -વિદ્યાર્થીને અગાઉ પણ શિક્ષકે અનેકવાર માર માર્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે

બનાસકાંઠા , નાના બાળકોનું ધ્યાન હંમેશા રમત-ગમતમાં જ વધારે રહેતું હોય છે. અવારનવાર જાેવા મળે છે કે, રમવા રમવામાં બાળકો હોમવર્ક કરતા નથી. એવામાં બાળકોને શિક્ષકો દ્વારા સજા આપવામાં આવતી હોય છે. ઘણીવાર તો એવી સજા અપાતી હોય છે કે જે જાેઈને આપણું હ્રદય હચમચી જતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી સામે આવી છે. પાલનપુરમાં શિક્ષણના નિયમોને નેવે મુકતી આ ઘટના ખરેખર શરમજનક છે.

પાલનપુરમાં વિદ્યાર્થી હોમવર્ક ન લઈ જતાં સજાના ભાગરૂપે ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે વિદ્યાર્થીનું મુંડન કરાવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. પાલનપુરમાં પ્રાઈમ એજ્યુકેશન ટ્યુશન સંચાલકે હોમવર્ક ન લઈ જતા વિદ્યાર્થીનું મુંડન કરાવ્યું હતું. સાથે જ મુંડન કરાવી વિદ્યાર્થીને ક્લાસમાં અપમાનજનક સ્થિતિમાં ઉભો રાખ્યો હતો. મુંડનની ઘટનાને લઈને વિદ્યાર્થી હજુ પણ ભયભીત અવસ્થામાં છે. તો વાલીમાં ટ્યુશન સંચાલક સામે રોષ જાેવા મળી રહ્યો છે.

વાલીએ પ્રાઇમ એજ્યુકેશન ટ્યુશન સંચાલક સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં અરજી આપી છે. આ ઘટના સામે આવ્યા બાદ અન્ય વાલીઓ પણ ટ્યુશન સંચાલક સામે કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીને અગાઉ પણ શિક્ષકે અનેકવાર માર માર્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે, ‘હોમવર્ક ન લઈ જતાં ટ્યુશન સંચાલક સ્ટીલની ફુટપટ્ટી વડે માર મારતો હતો. આ ઉપરાંત અગાઉ પણ આ શિક્ષકે હોમવર્ક ન લઈ જતા ઉઠક બેઠક કરાવી હતી. જેના બીજા દિવસે બાળક સરખો ચાલી પણ શકતો નહતો. આ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી થવી જાેઈએ.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.