Western Times News

Gujarati News

બાયડ તાલુકાની માનપુર (ડાભા) અને દોલપુર મંડળીમાં બી.એમ.સી.યુ ના યુનિટો નું ઉદ્‌ઘાટન કરાયું

(પ્રતિનિધિ)બાયડ, બાયડ તાલુકાની માનપુર (ડાભા) અને દોલપુર દૂધ મંડળીમાં બી.એમ.સી.યુ ના યુનિટોનું ઉદ્‌ઘાટન સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે બાયડ માર્કેટ યાર્ડના સેક્રેટરી જીગ્નેશભાઈ. કે. પટેલ ડેરીના ડિરેક્ટર સુભાષભાઈ પટેલ સહિત સાબરડેરીના ઝોનલ અધિકારી ડૉ. જે. કે. પટેલ બાયડ એમ.પી.ઓ હરેશભાઈ પટેલ સુપરવાઇઝર ભરતભાઈ, મેહુલભાઈ, નિલેશભાઈ જ્યારે બંને દૂધ મંડળીના ચેરમેન ચૌહાણ પ્રભાતસિંહ તથા દેસાઈ કલાભાઈ તેમજ બંને દૂધ મંડળીના સેક્રેટરી ચૌહાણ યશવંતસિંહ તથા દેસાઈ અમૃતભાઈ અને મંડળીના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં દૂધની ગુણવત્તા તેમજ દૂધમાં વધારો કરવા તેમજ સંઘની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી જેથી તેનો લાભ સભાસદો દ્વારા વધુમાં વધુ લેવાય તે માટે વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યારબાદ દૂધની આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઊભા થતા પ્રશ્નોના તત્કાલ નિરાકરણ માટે વાર્તાલાપ અને માર્ગદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.