વાહન ચેકીંગ દરમિયાન રૂ.૪૩૬૮૦ નો ૭૧ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગર તાલુકામાં રાણી ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમિયાન રૂ.૪૩૬૮૦ નો ૭૧ બોટલ વિદેશી દારૂ અને ઇકોકાર મળી કુલ. રૂ.રૂ.૨,૪૩,૬૮૦ નો મુદ્દામાલ કબજે કરી વિજયનગર પોલીસે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે આરોપીઓ વોન્ટેડ હોઈ એ બંનેને પણ ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. રાજસ્થાનથી સફેદ કલરની એક ઇકો કારમાં આ જથ્થો ગાડી વચ્ચેની સીટ નીચે છુપાવી લવાતો હતો ત્યારે વિજયનગર પો.સ.ઇ.એલ.પી.રાણા સબ ઇ પો.કોન્સ વિજયભાઇ રામજીભાઇ અને પોલીસ સ્ટાફ રાણી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન રાજસ્થાન બાજુથી આવતી આ સફેદ કલરની ઇકો ગાડીને રોકીને તલાશી લેતા વચ્ચેની સીટ હેઠળ છુપાવીને લવાતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કે રાણી બોર્ડર થઇ ગુજરાતમાં ઘુસાડવાની પેરવીમાં હતા ત્યાં જ આ જથ્થો,મુદ્દામાલ ઝડપી લઈ ઇકો કારના ચાલક સહિત બે ને ઝડપી લઈ અન્ય વોન્ટેડ બે મળી ૪ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી વિજયનગર પોલીસે બાકીના આરોપીઓને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ ઇકો ગ ગાડીના વચ્ચેની શીટની નીચેના ભાગેથી ગે.કા, અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ નં.૭૧ કિં.રૂ. ૪૩૬૮૦ તથા મુદ્દામાલ વાહન મળી કુલ કિ.રૂ.૨,૪૩,૬૮ નો પ્રોહી મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે જ્યારે કાર ચાલક ચાલક આરોપી અશોકભાઇ અર્જુનલાલ બદાજી કોટડ (ઉ.વ.૨૩ રહે.સરેરા તા.મેરવાડા જિ.ઉદેપુર રાજસ્થાનતથા તેમાં બેઠેલ બીજા ઇસમ સંજયકુમાર લક્ષ્મણભાઇ વેચાતભાઇ બરડા (ઉ.વ.૨૦ રહે.કણબઇ તા.ખેરવાડા જિ.ઉદેપુર રાજસ્થાન) વિરુધ્ધ તથા પ્રોહી હેરાફેરીમાં મદદગારી કરનાર વોન્ટેડ આરોપી વિમલભાઇ બચુભાઇ ભરડા (રહે.કણબઇ મહુડીયા કળા તા.ખેરવાડા જિ.ઉદેપુર) અને જીતુભાઇ અમૃત્તલાલ ડામોર રહે.મસરા ઉંબરી તા.કેશરીયાજી જિ.ઉદેપુરા રાજસ્થાન વાળાઓ વિરુદ્ધ વિજયનગર પોલીસ પ્રોહિ .નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.