Western Times News

Gujarati News

શીલજમાં નોલેજ કોરિડોર અને ITI ઈન્સ્ટીટ્યુટ બનશે

સરકારી એકમનો નોલેજ કોરિડોર તરીકે ઉપયોગ થશે

(એજન્સી) અમદાવાદ, અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના શિલજમાં નોલેજ કોરિડોર બનશે. અને સ્કીલ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ ઉભી કરાશે. નોલેજ કોરિડોરમાં કેટલીક આઈટીઆઈ ઈન્સ્ટીટ્યુટ પણ ઉભી કરવામાં આવશે.

આ હેતુસર શીલજમાં ચાર સર્વે નંબરની જમીનને નોલેજ કોરિડોરમાં ફેરવવા માટે ટાઉન પ્લાનિગ કમિટિમાં નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં શીલજ ખાતે સર્વે નં.૧૩૧પ, ૧૩૧૬, ૧૩૧૭ અને ૧૩૧૯ પૈકીની વિવિધ જમીનોનેેે નોલેજ કોરિડોરમાં ફેરવવાની ટીપી કમિટિએ નક્કી કર્યુ છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શીલજની આ જમીનને નોલેજ કોરિડોર અને ઈન્સ્ટીટ્યુશનલ ઝોનં ન.૧ માં ફરવવા માટે નિર્ણય કરી દરખાસ્ત કરી હતી.

જે દરખાસ્ત અનુસંધાને જીલ્લા કલેકટર તેમજ ઔડા દ્વારા પણ આ જગ્યાનેે નોલેજ કોરિડોરમાં તબદીલ કરવા માટેે મ્યુનિસિપલ તંત્રને ભલામણ કરી હતી. જે હેઠળ હવે આ જગ્યાને નોલેજ કોરિડોરમાં તબદીલ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર હવે શીલજમાં વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ માટે ઇન્સ્ટીટ્યુટ બનશે. ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શહેરમાં સ્કિલ્ડ કામદારો મળી રહે એવી પણ વ્યવસ્થા ઉભી કરાશે.

હાલ મહાત્મા ગાંધી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ આતરપ્રિનિયોર દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા શહેરમાં ઉદ્યોગોનેે તેમજ અન્ય કામો માટેેે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ સ્થળેે કેટલીક આઈટીઆઈની ઈન્સ્ટીટ્યુટ પણ ઉભી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.