આંબલિયાસણ રેલવે સ્ટેશન પર યાત્રી આરક્ષણ પ્રણાલી (PRS)નો શુભારંભ
માનનીય સંસદસભ્ય શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા યાત્રીઓની સુવિધા માટે 13 ઓક્ટોબર, 2022 ના રોજ અમદાવાદ મંડળના આંબલિયાસણ રેલવે સ્ટેશન પર યાત્રી આરક્ષણ પ્રણાલી (પીઆરએસ) નો શુભારંભ કરવામાં આવ્યો.
મંડળ રેલવે પ્રવક્તાએ માહિતી આપતાં જણાવ્યું કે, આંબલિયાસણ રેલવે સ્ટેશન પર યાત્રી આરક્ષણ પ્રણાલી (પીઆરએસ) શરૂ થવાથી આંબલિયાસણ વિસ્તારમાં રહેનારા અને આસપાસના લોકોએ રિઝર્વેશન કરાવવા માટે અન્ય ઠેકાણે નહીં જવું પડે. યાત્રીઓને નજીકમાં જ રિઝર્વ ટિકિટ મળવાથી સમયની બચત થશે અને સુવિધા રહેશે.
આ અવસરે મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી પવન કુમાર સિંહ અને અન્ય રેલવે અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.