Western Times News

Gujarati News

ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ ચોકીમાંથી યુવતીને ઉઠાવી ગયા

જોધપુર, રાજસ્થાનના જાેધપુર જિલ્લાના બિલાડા પોલીસ ચોકીમાંથી એક અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. અહીં બિલાડા પોલીસ ચોકીમાંથી એક યુવતીનું અપહરણ કરીને લઈ ગયા છે અને પોલીસ જાેતી રહી હતી. યુવતીનું અપહરણ તેના પરિજનોએ કર્યું હોવાનું કહેવાય છે.

આ યુવતી પોતાની પતિ સાથે નિવેદન નોંધાવા માટે પોલીસ ચોકીએ આવી હતી. યુવતીના અપહરણ દરમિયાન તેનો પતિ બૂમો પાડતો રહ્યો, પણ તે કંઈ કરી શક્યો નહોતો. હવે પોલીસ યુવતી અને અપહરણકર્તાની શોધમાં લાગી ગઈ છે.

પોલીસ ચોકીમાંથી અપહરણનો આ કિસ્સો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં જાેઈએ તો, જાેધપુરના બિલાડા વિસ્તારમાં રહેતી યુવતી થોડા સમય પહેલા પોતાના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ જ્યારે યુવતી ઘરે પાછી ફરી નહી તો, તેના પરિવારના લોકોએ ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો હતો.

રવિવારે યુવતીને પોલીસચોકીએ બોલાવી આ મામલે નિવેદન નોંધવા પોતાના પતિ સાથે આવી હતી. પોલીસ ચોકીના પરિસરમાં જેવી ગાડી આવી કે, પહેલાથી જ તેના પરિવારના લોકો રાહ જાેઈ રહ્યા હતા. યુવતીના પરિજનો તેને ઉઠાવીને બીજી ગાડીમાં લઈ ગયા.

પોલીસ કંઈ કરે તે પહેલા તો ત્યાંથી યુવતીને લઈને રફ્ફુચક્કર થઈ ગયા. આ દરમિયાન યુવતીનો પતિ ચિસો પાડતો રહ્યો કે તેની પત્નીની હત્યા કરી દેવામાં આવશે, પણ પોલીસ આંખો ચોળતી રહી અને યુવતીને લઈને ગાયબ થઈ ગયા. બિલાડા પોલીસ ચોકીના અધિકારી બાબૂલાલ રાણાએ જણાવ્યું છે કે, યુવતીનું નામ ગાયત્રી છે. તે થોડા દિવસ પહેલા ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ હતી.

ત્યાર બાદ યુવતીના પરિવારે તે ગુમ થઈ હોવાનો રિપોર્ટ લખાવ્યો હતો. આ દરમિયાન યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા. રવિવારે ગાયત્રી અને તેનો પતિ આનંદપુરી પોતાના વકીલ સાથે આ કેસમાં નિવેદન નોંધાવા માટે આવ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે પરિવારના લોકો પોલીસની સામે આ યુવતીને ઉઠાવીને ભાગી ગયા હતાં.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પોલીસ વિભાગમાં કામ કરી રહેલી યુવતીના સમાજના એક સિપાહીએ આ ઘટનાની જાણકારી પરિવારને આપી દીધી હતી કે તે અને તેનો પતિ રવિવારે સાંજે પોતાનું નિવેદન નોંધાવા માટે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને પરિવારના લોકોએ પોલીસ ચોકીની આસપાસ ફિલ્ડીંગ લગાવી દીધી. પોલીસ હવે યુવતી અને તેના ઉઠાવી જનારા પરિવારના લોકોને શોધી રહી છે. હાલમાં તો આ લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.