Western Times News

Gujarati News

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા

વૈશાલી ઠક્કર સુશાંતનું મોત થયું ત્યારે રડી પડી હતી

મુંબઈ, ટીવી શૉમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરએ ઈન્દોરના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસે વૈશાલીની મોતનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું જણાવ્યું છે. હાલ વૈશાલીની બૉડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને આગળ તપાસ હાથ ધરાઈ છે.

તારીખ ૧૫ જુલાઈના દિવસે જન્મેલી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની ઉંમર ૩૦ વર્ષની હોવાનું જાણવા મળે છે. તેણે ટીવી શૉ યે રિશ્તા ક્યા કહલાતા હેથી ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે સંજનાનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ વૈશાલી યે વાદા રહા, યે હે આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર્સ, વિષ યા અમૃત સિતારા, મનમોહિની ૨, રક્ષાબંધનમાં જાેવા મળી હતી.

એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના પિતાનું નામ એચબી ઠક્કર, માતાનું નામ અન્નુ ઠક્કર અને ભાઈનું નામ નીરજ ઠક્કર છે. તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૧માં વૈશાલીએ જણાવ્યું હતું કે તેની સગાઈ થઈ ગઈ છે. તેના મંગેતરનું નામ ડૉ અભિનંદન સિંહ જણાવ્યું હતું. સગાઈના ફંક્શનમાં માત્ર પરિવારના સભ્યો સામેલ થયા હતા.

અભિનંદનની વાત કરીએ તો તે કેન્યાનો રહેવાસી છે અને ડેન્ટલ સર્જન છે. વૈશાલી ઠક્કરે સગાઈના ૧ મહિના પછી બધાને જણાવ્યું કે આ ડૉક્ટર સાથે તે લગ્ન નહીં કરે. તેણે સોશિયલ મીડિયા પરથી સગાઈના ફંક્શનનો વિડીયો પણ હટાવી દીધો હતો. વૈશાલી ઠક્કરે જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખતા તેણે લગ્ન રોકવાનો ર્નિણય લીધો હતો.

અભિનંદન સાથે તેની મુલાકાત મેટ્રિમોનિયલ સાઈટ પર થઈ હતી. વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી તેના ૫-૬ દિવસ પહેલા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ હતી. તેણે ઘણી ફની રીલ્સ પણ અપલોડ કરી હતી. તેના લાખો ફોલોઅર્સ પણ હતા.

વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરતા તેના ફેન્સ દુઃખી છે. વૈશાલીના નિધનના સમાચાર સાંભળીને પરિવારના લોકો અને ફેન્સ શોકમાં છે. ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પણ ફેન્સ તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને આત્મહત્યાના કારણોની અટકળો લગાવી રહ્યા છે. ફેન્સ આ ઘટના માટે જવાબદાર સત્ય સાંભળવા માગે છે. આખરે એવું તો શું કારણ હતું કે વૈશાલીએ આટલું મોટું પગલું ભર્યુ?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.