Western Times News

Gujarati News

પોતાની આંખો ડોનેટ કરવા માંગતી હતી વૈશાલી ઠક્કર

મુંબઈ, ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે ૧૬મી ઓક્ટોબરના રોજ આત્મહત્યા કરી હતી. ઈન્દોર સ્થિત પોતાના નિવાસસ્થાને તેણે આ મોટું પગલું ભર્યુ હતું. પોલીસને તે ઓરડામાંથી ડાયરી અને સ્યુસાઈડ નોટ મળી આવ્યા હતા, જેમાં અનેક ખુલાસા થયા છે.

વૈશાલી ઠક્કરે પાડોશી રાહુલ નવલાણી અને તેની પત્ની પર ગંભીર આરોપ મૂક્યા છે. વૈશાલીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, રાહુલ અને તેની પત્ની દિશાએ તેને ખૂબ પરેશાન કરી હતી. ઉલ્લેખનીય છે કે વૈશાલીના કો-સ્ટાર રોહન મહેરાએ પણ એક વાતચીતમાં કહ્યુ હતું કે, વૈશાલી પરેશાન હતી. તે છહટૈીંઅનો શિકાર હતી અને દવા પણ લઈ રહી હતી.

વૈશાલી ઠક્કર દુનિયા છોડીને જતી રહી પરંતુ જતા જતા તેણે અન્ય એક વ્યક્તિને નવજીવન આપ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, વૈશાલીના અંતિમ સંસ્કાર પહેલા પરિવારે તેની આંખો ડોનેટ કરી છે.

નેત્રદાન કરવાની ઈચ્છા વૈશાલીને પહેલાથી હતી. વૈશાલીના એક કઝિન ભાઈએ જણાવ્યું કે, વૈશાલી પોતાની આંખો સાથે ખૂબ પ્રેમ કરતી હતી. તેને પોતાની આંખો ઘણી પસંદ હતી અને તે કહેતી રહેતી હતી કે મૃત્યુ પછી તેની આંખો ડોનેટ થવી જાેઈએ.

તેણે આ વાત પોતાના માતા સાથે પણ શેર કરી હતી. વૈશાલી ઠક્કરના પરિવારે અંતિમ સંસ્કાર પહેલા ૧૬મી ઓક્ટોબરના રોજ તેની આંખો ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓથોરિટીને દાન કરી છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ આ સુંદર આંખોથી દુનિયાના વિવિધ રંગ જાેઈ શકે.

ઉલ્લેખનીય છે કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નક્ષનું પાત્ર ભજવનારા રોહન મહેરાએ જણાવ્યું કે, તે મારા માટે માત્ર કો-સ્ટાર નહોતી, તે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. અમે એકબીજા સાથે ઘણી વાતો કરતા હતા. બે દિવસ પહેલા જ મારી તેની સાથે વાત થઈ હતી, મને નહોતી ખબર કે તે અમારી અંતિમ વાતચીત હતી.

અમારી વાત સમયસર થતી રહેતી હતી. મને ખબર હતી કે તેની દવા ચાલી રહી છે અને તેને છહટૈીંઅની સમસ્યા હતી. પણ મને ક્યારેય એવુ ના લાગ્યું કે સ્થિતિ આટલી ગંભીર હશે, કારણકે તે ઘણી ખુશ જણાતી હતી. ટૂંક સમયમાં તેના લગ્ન પણ થવાના હતા.

તેણે અમને લગ્ન માટે આમંત્રણ પણ પાઠવ્યુ હતું. અમે જવાના પણ હતા, પણ હવે સમજાતુ જ નથી કે આ શું થઈ ગયુ. બે દિવસ પહેલા તેણે શાંતિથી વાત કરી હતી, તે અપસેટ પણ નહોતી જણાતી. તે પાછલા થોડા મહિનાઓથી પરિવાર સાથે રહેતી હતી.

તેનો મુંબઈ આવવાનો પણ પ્લાન હતો, પણ તે કેન્સલ થયો હતો. અમે તે વાતચીત દરમિયાન હસ્યા પણ હતા. ઉલ્લેખનીય છે કે વૈશાલીએ સસુરાલ સિમર કા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, મનમોહિની, વિશ યા અમૃત- સિતારા, રક્ષાબંધન સહિતની સીરિયલમાં કામ કર્યુ હતું.

૧૬મી ઓક્ટોબરના રોજ ઈન્દોર ખાતે તેના નિવાસસ્થાનેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને ઓરડામાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.