વડાપ્રધાન મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત
રાજપીપલા, ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડીયા) સ્થિત હેલીપેડ ખાતે આવી પહોંચતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નીતિ આયોગના CEO શ્રી પરમેશ્વરન ઐયર, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા,
ગુજરાતના મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડાશ્રી આશિષ ભાટિયા, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ઈન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટરશ્રી જે.પી.ગુપ્તા, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે સહિતના મહાનુભાવોએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રીયુત એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ મિશન લાઈફનું લોન્ચિંગ કરાશે. આ કાર્યક્રમમાં મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસ સાથે અન્ય ડેલીગેટ્સ પણ ઉપસ્થિત રહેશે.