Western Times News

Gujarati News

ખરાબ સમયમાં દલિતોને બલિનો બકરો બનાવવો તે કોંગ્રેસનો ઈતિહાસ રહ્યો છે

લખનઉ, મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ બન્યાના એક દિવસ બાદ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ગુરુવારે ૧૩૭ વર્ષ જૂની પાર્ટી પર દલિતોને પોતાના ખરાબ સમયે જ યાદ કરવા અને તેમને બલિનો બકરો બનાવાનો આરોપ લગાવ્યો છે.

ખડગે કર્ણાટકના એક દલિત નેતા છે અને તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ માટે પાંચ દિવસ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ૬૬ વર્ષિય શશિ થરુરને હરાવીને ૨૪ વર્ષ બાદ પહેલી વાર બિન ગાંધી પરિવારમાંથી અધ્યક્ષ બન્યા છે.

બીએસપી સુપ્રીમો માયાવતીએ ઉપરાઉપરી ટિ્‌વટ કરીને કહ્યું કે, કોંગ્રેસનો ઈતિહાસ સાક્ષી છે કે તેમણે દલિતો તથા ઉપેક્ષિતોની સમીહા પરમપૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકર અને તેમના સમાજની હંમેશા ઉપેક્ષા અને તિરસ્કાર કર્યો છે. આ પાર્ટીને પોતાના સારા દિવસોમાં દલિતોની સુરક્ષા તથા સન્માનની યાદ આવતી નથી. પણ ખરાબ દિવસોમાં તેમને બલિનો બકરો બનાવામાં આવે છે.

માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને પોતાના અચ્છે દિનના લાંબા સમયમાં મોટાભાગે બિન દલિતો અને હાલની માફક પોતાના ખરાબ દિવસોમાં દલિતોને આગળ ધરવાનું યાદ આવે છે, શું આ છેતરામણી અને નિમ્ન કક્ષાની રાજનીતિ નથી ? લોકો પૂછી રહ્યા છે કે શું કોંગ્રેસને હકીકતમાં દલિતો પ્રત્યે પ્રેમ છે ? ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર મનાતા ખડગે ૨૬ ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે. ખડગે સોનિયા ગાંધીનું સ્થાન લેશે, તેમણે લગભગ બે દાયકા સુધી કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.