Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બિગ બોસ-૧૬માં અબ્દુ રોઝિક પ્રેમમાં પડ્યો?

મુંબઈ, રિયાલિટી શૉ  Big Bossની અત્યારે ૧૬મી સિઝન ચાલી રહી છે. આ શૉમાં કન્ટેસ્ટન્ટ્‌સની લડાઈઓ સિવાય મિત્રતા અને લવ સ્ટોરી પણ જાેવા મળે છે. લગભગ દરેક સિઝનના અંતમાં એકાદ કપલ બહાર નીકળે છે.

અલી ગોની, જાસ્મિન ભસીન, સિદ્ધાર્થ શુક્લા, શહેનાઝ ગિલ, તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા વગેરે ઉદાહરણ છે. અને હવે લાગી રહ્યું છે કે આ સિઝનમાં પણ એક લવ સ્ટોરી શરુ થતી જાેવા મળી રહી છે. વિદેશથી આવેલા અબ્દુ રોઝિકને પણ બિગ બોસના ઘરમાં પ્રેમ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.

અને તે પણ ટીવી અભિનેત્રી નિમૃત કૌર આહ્લુવાલિયા સાથે. જે નવો પ્રોમો સામે આવી રહ્યો છે, તેમાં અબ્દુ રોઝિક પોતાની લાગણી વ્યક્ત કરતો જણાઈ રહ્યો છે. પાછલા થોડા દિવસથી બિગ બોસ ૧૬ના ઘરમાં નિમૃત કૌર આહલુવાલિયા પ્રત્યે અબ્દુ રોઝિકનું અલગ જ વર્તન જાેવા મળી રહ્યું છે.

તાજેતરમાં જ જ્યારે બીબી ટ્રેન ટાસ્ક દરમિયાન બેડરુમ વહેંચવાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે અબ્દુ ભારપૂર્વક કહી રહ્યો હતો કે તે નિમૃતની જ પસંદગી કરશે. આટલુ જ નહીં, ઘણીવાર અબ્દુ કહી ચૂક્યો છે કે તેને નિમૃત સારી લાગે છે. આટલુ જ નહીં, જ્યારે એક ટાસ્ક દરમિયાન નિમૃત અને શિવ ઠાકરેની લડાઈ થઈ તો નિમૃત રડવા લાગી હતી. તે સમયે અબ્દુએ અત્યંત પ્રેમથી તેને ચુપ કરાવી હતી.

લાગી રહ્યું છે કે અબ્દુ રોઝિકને ટીવીની વહુરાણી નિમૃત કૌર સાથે પ્રેમ થઈ રહ્યો છે. શિવ પણ ઘણીવાર અબ્દુને નિમૃતના નામથી ચીડાવે છે. અબ્દુને પણ ત્યારે ઘણી મજા આવે છે. તે ક્યારેય શિવને રોકતો નથી. મેકર્સે બિગ બોસ ૧૬નો નવો પ્રોમો રીલિઝ કર્યો છે, જેમાં જાેઈ શકાય છે કે અબ્દુ નિમૃત માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે. અબ્દુ નિમૃત માટે ગીત ગાય છે.

સાજિદ જ્યારે અબ્દુને પૂછે છે કે, શું તેને નિમૃત સાથે પ્રેમ થઈ ગયો છે ત્યારે તે ચૂપ રહે છે. જ્યારે શિવ તેને પૂછે છે કે, નિમૃત આસપાસ હોય ત્યારે તારા પેટમાં બટરફ્લાઈ ફીલિંગ થાય છે? તો અબ્દુ હા પાડે છે. હવે નિમૃતની શું પ્રતિક્રિયા છે તે અપકમિંગ એપિસોડમાં જાેવા મળશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers