Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બોટાદમાં મારામારીની ઘટનાના CCTV વાયરલ

બોટાદ, ગઇકાલે બોટાદ મારામારીની ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. બોટાદમાં લાઇબ્રેરી પાસે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. હોસ્પિટલના બાંધકામનું મટિરીયલ હટાવાવા મુદ્દે મારમારી થઇ હતી.

એક ડોક્ટરના પિતાને બે લોકોએ ફટાકાર્યા હતા. સામાન્ય બાબતમાં થયેલી મારામારીમાં પીડિત વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે બોટાદ પોલીસ સ્ટેશનમાં સામ-સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બોટાદના લાઇબ્રેરી વિસ્તારમાં મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક ડોક્ટરના પિતાને બે લોકોએ ફટકાર્યા હતા. બોટાદના લાઈબ્રેરી પાસે ગઈકાલે બનેલી મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

લાઈબ્રેરી સામે હોસ્પિટના બાંધકામને લઈ બિલ્ડીંગ મટિરિયલ્સ રોડ પર હોવાથી તેને હટાવી લેવા બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન બે લોકો ઉશ્કેરાયા હતા અને ડોકટરના પિતા કરમશીભાઈ મકવાણાને માર માર્યો હતો. સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ડોકટરના પિતા કરમશીભાઈ મકવાણાને ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કરમશીભાઈ મકવાણા ને વધુ ઇજા થતાં ભાવનગર સારવાર હેઠળ ખસેડાયા હતા. હાલ આ મામલે બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી મારામારી પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers