Western Times News

Gujarati News

અદાણી ગોલ્ડ એન્ડ કન્ટ્રી કલબના નામે ગ્રાહકોની સાથે છેતરપિંડી

પ્રતિકાત્મક

માસ્ટર માઈન્ડે કલબના વિવિધ પેકેજ દર્શાવી ખોટા બુકીંગ કરી રૂપીયા પડાવ્યા, કલબમાં ગ્રાહકો જતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું

ગાંધીનગર, ગાંધીનગરના અડાલજ પાસે આવેલી અદાણી શાંતિગ્રામ આવેલી છે. જયારે અદાણી ગોલ્ડ એન્ડ કન્ટ્રી કલબના નામે ફેક વેબ પેજ તૈયાર કરી અવનવી લોભામણી પેકેજની ઓફરો મુકીને માસ્ટર માઈન્ડ ઠગે ખોટા બુકીંગ કરી રૂપીયા લઈ અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો છે.

આ ખોટા બુકીંગ થકી પેકેજ ધારકો કલબમાં જવા લાગતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. સંચાલકોને અદાણી ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી જેથી સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

સુત્રો દ્વારા મળતી વિગત મુજબ માસ્ટર માઈન્ડ ઠગે અદાણી કલબના નામે કેટલાક વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી રીઅલટી ધ બિલવેડર ગોલ્ફ એન્ડ કન્ટ્રીના ભળતા નામે ધ બિલવેડર ગોલ્ડએન્ડ કન્ટ્રી કલબ ગુગલ વેબ પેજ બનાવીને રૂમ બુકીંગની લોભામણી ઓફર સાથેના પેકેજ દર્શાવી અનેક વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હતી.

અદાણી કલબની ભળતા નામવાળી લિંક પર ફોટોગ્રા, બેંક ડીટેઈલ તેમ યુપીઆઈ નંબર પણ મુકવામાં આવ્યા છે.માસ્ટર માઈન્ડ ઠગે કલબના વિવિધ રૂમના અલગ અલગ ડીસ્કાઉન્ટ સાથેના પેકેજની લોભામણી સ્કિમો મુકી બુકિંગના નામે રૂપીયા પડાવી લઈ છેતરપિંડી આચરી છે.

બુકીંગ સાથે ગ્રાહકો કલબ જવા લાગ્યા તે સમયે સંચાલકોને જાણ થઈ કે કલબના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ છે. ગાંધીનગર સાયબર ક્રાઈમમાં આશિષ મહેતા દ્વારા ફરિયાદ નોંધાઈ છે. જયારે કલબના નામે ખોટુ વેબ પેજ બનાવી કેટલાક ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી છે તેની જાણ ચોકકસ તપાસ બાદ જ જાણવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.