Western Times News

Gujarati News

આસામ સરકારે કર્મચારીઓને આપી દિવાળીની ભેટ

મોંઘવારી ભથ્થું ૧ જુલાઈ, ૨૦૨૨થી લાગુ થશે ઃ આ અવસર પર મુખ્યમંત્રીએ કહ્યું કે હું આ કરીને ખુશ છું

દિસપુર,  દિવાળીની સિઝનમાં આસામ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે. આ મોંઘવારી ભથ્થું ૧ જુલાઈ, ૨૦૨૨થી લાગુ કરવામાં આવશે.

આ અવસર પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે હું આ કરીને ખુશ છું. આ પહેલા પણ રાજ્ય સરકારે હોંશિયાર વિદ્યાર્થીઓને ૩૬,૦૦૦ સ્કૂટરનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી અને રાજ્યના હોમગાર્ડ જવાનો માટે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાના બે દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી સ્નોજ પેગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં તેમને સ્કૂટર આપવામાં આવશે.

રાજ્યના કુલ ૩૫,૮૦૦ વિદ્યાર્થીઓમાંથી ૨૯,૭૪૮ વિદ્યાર્થીનીઓ છે જેઓ પ્રથમ વિભાગમાં પાસ થયા છે જ્યારે ૬,૦૫૨ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ૭૫ પર્સેન્ટાઈલથી વધુ ગુણ મેળવ્યા છે. ૨૫૮.૯ કરોડના ખર્ચે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

રાજ્યના હોમગાર્ડ જવાનો માટે પણ સરકારે દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારે હોમગાર્ડઝનું દૈનિક ડ્યુટી ભથ્થું ૩૦૦ રૂપિયાથી વધારીને ૭૬૭ રૂપિયા કર્યું છે. રાજ્ય સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી છે. આ વધારા બાદ હોમગાર્ડનો પગાર દર મહિને ૨૩,૦૧૦ થશે.

સરકારે આ વધારાનો તાત્કાલિક અમલ કરવા સૂચના પણ આપી છે. આ જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટિ્‌વટ કર્યું છે જેમાં લખ્યું છે કે, ‘આસામ પોલીસની મુખ્ય શાખા હોમગાર્ડ્‌સ લગભગ ૨૪ લોકોની માંગને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદાકીય વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હજાર હોમગાર્ડ, અમે તેમને પૂછ્યું છે કે દૈનિક ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.