Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના ભાઇએ કર્યા ચોંકાવનારા ખુલાસા

શારીરિક સંબંધ માટે વૈશાલી પર દબાણ કરતો હતો રાહુલ -વૈશાલી ઠક્કરના ભાઈ નીરજે આરોપી રાહુલ નવલાની પર તેની બહેન પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો

મુંબઈ,  ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આત્મહત્યા કેસમાં આરોપી રાહુલ નવલાણીની ધરપકડ બાદ નવા ખુલાસા સામે આવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ, વૈશાલીના પાડોશમાં રહેતો રાહુલ તેના પર શારીરિક સંબંધ બાંધવા અને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. Vaishali Thakkar TV actress found dead in her hometown Indore. Sources say they found a Suicide note

વૈશાલી સાથે તેની ઘણી વખત ઝઘડો પણ થયો હતો. આ કારણે વૈશાલી તેનાથી ખૂબ ડરી ગઈ હતી. તે બધાની સામે સારો બનવાની કોશિશ કરતો, પણ ખાનગીમાં વૈશાલીને ધમકાવતો અને તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતો. ત્યારે જ વૈશાલીએ તેની માતાને કહ્યું કે રાહુલ ફિલ્મ ડરના શાહરૂખ ખાન જેવો છે અને તે તેને ક્યારેય નહીં છોડે.

વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરના કહેવા મુજબ રાહુલ તેની બહેનને મારતો હતો. નીરજે એક ઘટના વિશે જણાવ્યું કે રાહુલે વૈશાલીને તેના ઘરે બોલાવી હતી. ત્યારે રાહુલની પત્ની અને તેના બાળકો ઘરમાં ન હતા. વૈશાલી પહોંચતાની સાથે જ તેણે તેના પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ શરૂ કર્યું.

જ્યારે વૈશાલીએ ના પાડી તો તેણે તેને થપ્પડ મારી દીધી. વૈશાલી કોઈક રીતે ત્યાંથી નીકળીને તેના ઘરે આવી અને તેના રૂમમાં પૂરાઇ ગઈ. ઘણા દિવસો પછી તેણે નીરજને આ વાત કહી. વૈશાલી તેની બધી વાત તેના પિતરાઈ ભાઈને કહેતી. પિતરાઈ ભાઈ પાસેથી મળતી માહિતી મુજબ રાહુલ વૈશાલી પર લગ્ન માટે દબાણ કરતો હતો.

આ માટે તે તેની પત્ની દિશાને છૂટાછેડા આપવા માંગતો હતો. વૈશાલી આ માટે તૈયાર નહોતી. તેણે રાહુલને તેની પત્નીને છૂટાછેડા આપવાની પણ ના પાડી દીધી હતી. વૈશાલી સતત રાહુલથી અંતર વધારવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ તે પીછો છોડવા તૈયાર નહોતી.

વૈશાલીની અગાઉ બે વખત સગાઈ થઈ હતી, પરંતુ બંને તૂટી ગઇ હતી. વૈશાલી આ માટે રાહુલને જવાબદાર માને છે. તેને શંકા હતી કે રાહુલે જ તેની અંગત માહિતી તેના ભાવિ પતિને આપી હતી. રાહુલે ખુદ પોલીસને આ વાત કહી છે. તેણે કહ્યું કે જ્યારે પહેલી સગાઈ તૂટી ગઈ ત્યારે વૈશાલી તેના પર શંકા કરવા લાગી. બીજી સગાઈ તૂટી ગયા પછી પણ એવું જ થયું. જાેકે, રાહુલે પોલીસને કહ્યું છે કે સગાઈ તૂટવા પાછળ તેની કોઈ ભૂમિકા નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers