Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિવાળી પર બોનસ ન મળ્યું તો કર્મચારીએ કર્યુ આવું કામ, જાણીને ચોંકી જશો

પોલીસે ઘટનાનો ભાંડાફોડ કર્યો અને કર્મચારીની ધરપકડ કરી

રાયપુર,  કહેવાય છે કે મજબૂરી માણસને કંઈ પણ કરાવે છે. બાદમાં તેને ખબર પડે છે કે, તેને કેટલો મોટો ગુનો કર્યો છે. છત્તીસગઢના રાયપુરમાંથી પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીં જાેઈએ તેટલો પગાર અને બોનસ ન મળતા એક કર્મચારીએ લૂંટ મચાવી હતી.

તેને પોતાના સાથીઓ સાથે મળીને પોતાની જ કંપનીમાં મોટી ચોરી કરી હતી. બાદમાં લૂંટની ખોટી કહાની બનાવી. પણ કહેવાય છે કે, જુઠાણુ લાંબો સમય ટકતું નથી. પોલીસે ટૂંક સમયમાં આ લૂંટની ઘટનાનો ભાંડાફોડ કર્યો અને આ કર્મચારીની ધરપકડ કરી.

આ ઘટના ૧૮ ઓક્ટોબર સિલયારી ગ્રામ તરેસરની છે. ઓડિશાની એસપી ગોયલ નામની કંપનીમાં કામ કરતા અમુક કર્મચારીઓને રોકડ પગારનો એક બેગ ભરીને જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં તેમને અમુક લોકોએ લૂંટી લીધા. કંપનીના એક કર્મચારી સુશાંતે પોલીસમાં ફરિયાદ કરી હતી.

તપાસમાં લાગેલી પોલીસને આ વિસ્તારમાંથી સીસીટીવી કેમેરા ખંગાળ્યા તો,જે વ્યક્તિઓએ કંપનીના કર્મચારીઓના સાથે લૂંટ કરી, તે લોકો બાદમાં એજ કંપનીના કર્મચારી વિદ્યાધર સાથે જાેવા મળ્યા. જ્યારે વિદ્યાધર સાથે કડકાઈ સાથે પૂછપરછ કરવામાં આવી તો, તે ભાંગી પડ્યો, તેણે કહ્યુ કે, મેં મારા અમુક સાથીઓને લૂંટ માટે મોકલ્યા હતા.

જેવા આ લોકો સિલયારી પાસે પહોંચ્યા તો, વિદ્યાધરના મિત્રો સુશાંત અને અન્યોએ કર્મચારીઓ સાથે મારપીટ કરી અને રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા, આ બેગમાં ૧ લાખ ૭૦ હજાર રૂપિયા હતા, જે કંપનીના મજૂરોને પગાર તરીકે આપવાના હતા.

વિદ્યાધરે પોલીસને જણાવ્યું હતું કે, પગાર ઓછો હોવાના કારણે કંપની મેનેજમેન્ટ સાથે તેને ઘણી વાર બોલાચાલી પણ થઈ છે. દિવાળી પર પણ બોનસ ન આપ્યું. એટલા માટે તેણે આવો કાંડ કર્યો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers