Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એવું તે શું થયુ કે મંત્રીએ મહિલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો

બેગલુરુ,  કર્ણાટકના મંત્રીએ ફરિયાદ લઈને આવેલી મહિલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર મંત્રીનો વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયો વાયરલ થયા પછી શિવસેનાએ કર્ણાટકની મ્ત્નઁ સરકાર પર નિશાન સાધ્યું છે. Karnataka BJP Minister V Somanna slaps a woman who had come to tell her grievances.

આ ઘટના ચામરાજનગર જિલ્લાના હંગાલા ગામની છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ મંત્રી વીરન્ના સોમન્ના એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી સોમન્ના લોકોને જમીનના પેપર આપવા આવ્યા હતા.

હક્ક પત્ર લેવા માટે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પહોંચી હતી. સોમન્ના જમીનના કાગળ વેચી રહ્યા હતા ત્યારે ભીડમાં સામેલ એક મહિલા પોતાની ફરિયાદ લઈને મંત્રીને મળવા પહોંચી ગઈ. મહિલાએ પોતાની નજીક આવતા જાેઈ મંત્રી ગુસ્સે થઈ ગયા. મહિલાએ જેવી તેમના પગે પડવા ગઈ તો મંત્રીએ મહિલાને લાફો ઝીંકી દીધો.

જો કે પાછળથી મહિલાનો દાવો છે કે મંત્રીએ તેને લાફો નથી માર્યો પરંતુ મને સાંત્વના આપી હતી. મહિલાએ કહ્યું, હું ગરીબ પરિવારમાંથી આવું છું. હું તેમના પગે પડીને અને જમીન ફાળવીને મને મદદ કરવા વિનંતી કરી. તેથી તેમણે મને સાંત્વતા આપી. તેઓએ અમને જમીન આપી દીધી અને તે ૪૦૦૦ રૂપિયા પણ પાછા આપ્યા, જે અમે ચૂકવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers