Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એવું તે અચાનક શું થયું કે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

ભાજપ નેતા બાલ કૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જાેડાયા-બાલ કૃષ્ણ પટેલ ડભોઇ મતવિસ્તારમાં ૨૦૧૨માં ભાજપના ધારાસભ્ય હતા ઃ બાલ કૃષ્ણ પટેલ ભાજપના સક્રિય નેતા હતા

અમદાવાદ,  વિધાનસભાની ચૂંટણી પહેલા ડભોઈમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપ નેતા બાલ કૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જાેડાયા છે. ડભોઇના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. તેમણે જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે.

બાલકૃષ્ણ પટેલ ૨૦૧૨માં ભાજપના ધારાસભ્ય હતા. આ પ્રસંગે જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે, ચૂંટણી નજીક આવે છે તેમ તેમ ભાજપ હારી રહી છે. ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવો જગદીશ ઠાકોરનો દાવો છે. તેમણે કહ્યુ કે, ભાજપના સર્વેમાં જ ભાજપની સરકાર બનતી નથી.

બાલ કૃષ્ણ પટેલ ડભોઇ મત વિસ્તારમાં ૨૦૧૨માં ભાજપના ધારાસભ્ય હતા. બાલ કૃષ્ણ પટેલ ભાજપના સક્રિય નેતા હતા. ૨૦૨૨ ચૂંટણીમાં જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલની હાજરના ખેસ ધારણ કર્યો છે. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા ડભોઇમાં ભાજપને ઝટકો લાગ્યો છે.

આ પ્રસંગે જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યુ કે, ભાજપને આજે મેળાઓ અને એક્ઝીબેશન કરાવાની ફરજ પડે છે. હાલ માત્ર ૭૦ બેઠક ભાજપને મળે છે. ભાજપના સર્વેમાં જ સરકાર બનતી નથી.

બીજી બાજુ, કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ૨૫મીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને નેતા વિપક્ષ સુખરામ રાઠવા દિલ્હી જશે. ૨૫ ઓક્ટોબરે બંને નેતાઓ અને પ્રભારી રઘુ શર્મા દિલ્હી પહોંચશે.

તેઓ ઉમેદવાર પસંદગી માટેની સ્ક્રિનિંગ કમિટી અને સીઈસી બેઠકમાં ભાગ લેશે. દિલ્હી મુલાકાતમાં રાહુલ ગાંઘી અને પ્રિયંકા ગાંઘીના ગુજરાત પ્રવાસની તારીખો નક્કી થશે. કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં રાહુલ-પ્રિયંકા ગાંધીને જાેડવાનું આયોજન છે. દિવાળી બાદ કોંગ્રેસ આક્રમક પ્રચાર પડઘમની શરૂઆત કરશે.

ગુજરાત કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રકિયા અંતિમ તબક્કમાં છે, ત્યારે ૨૬-૨૭ ઓક્ટોબરે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક મળશે. સ્ક્રિનિંગ કમિટીએ પસંદ કરેલા ઉમેદવાર પર સીઇસી મહોર લગાવશે. કોગ્રેસ સિંગલ દાવેદાર અને નિર્વિવાદીત બેઠકો જાહેર કરશે, જ્યારે કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર થવાની રાહ જાેશે. પ્રથમ યાદીમાં વર્તમાન ધારાસભ્યોના નામો નહીં હોય. નવા વર્ષની શરૂઆતમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers