Western Times News

Gujarati News

ટ્‌વીટર યુઝર્સે અભિષેક બચ્ચનને બેરોજગાર હોવાનું કહેતા ગુસ્સે થયો

ઈન્ટેલિજન્ટ અને રોજગારને કોઈ સંબંધ નથીઃ અભિષેક

મુંબઈ,  વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રેફ્યૂજી’થી અભિષેક બચ્ચને એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યારસુધીના કરિયરમાં તેણે ઘણી ફિલ્મો કરી પરંતુ એક પણ હિટ રહી નથી. પિતા અમિતાભ બચ્ચન અને પત્ની ઐશ્વર્યા રાય જેટલી સફળતા તે મેળવી શક્યો નથી.

આ સિવાય ૮૦ વર્ષની ઉંમરે પણ બિગ બી બેક ટુ બેક ફિલ્મો કરી રહ્યા છે જ્યારે અભિષેક પાસે માંડ એકાદ જ ફિલ્મ છે. આ જ વાતને લઈને તે ઘણીવાર ટ્રોલ થતો રહે છે. જાે કે, સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો આ એક્ટર હંમેશા વળતો જવાબ આપવામાં જ માને છે. હાલમાં જ એક ટિ્‌વટર યૂઝરે તેને ‘બેરોજગાર’ કહ્યો હતો તેના પર અભિષેકે જે કટાક્ષ કર્યો તે વાંચીને ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા.

શરૂઆત ત્યાંથી થઈ જ્યારે એક પત્રકારની ટ્‌વીટના જવાબમાં અભિષેક બચ્ચને પૂછ્યું હતું ‘શું લોકો હજી પણ ન્યૂઝપેપર વાંચે છે?’, એક યૂઝરે તરત જ તેને ટ્રોલ કરતાં લખ્યું હતું ‘ઈન્ટેલિજન્ટ લોકો વાંચે છે, તારા જેવા બેરોજગાર લોકો નહીં’. અભિષેક બચ્ચને તેને શ્રેષ્ઠ જવાબ આપ્યો હતો

અને લખ્યું ‘અચ્છા…તમારા ઈનપુટ માટે આભાર પરંતુ ઈન્ટેલિજન્ટ અને રોજગારને કોઈ સંબંધ નથી. તમારું જ ઉદાહરણ જુઓને. મને ખાતરી છે કે તમારી પાસે કામ હશે. મને તે પણ ખાતરી છે કે તમે ઈન્ટેલિજન્ટ નહીં જ હોવ’. આ સાથે તેણે ફોલ્ડેડ હેન્ડ ઈમોજી મૂક્યું હતું.

ઘણાએ અભિષેક બચ્ચનને સપોર્ટ કર્યો હતો. એક યૂઝરે લખ્યું હતું ‘ઓન સ્ક્રીન પર તમારા ટેલેન્ટની પ્રશંસા કરુ છું. તમે અદ્દભુત પર્ફોર્મન્સ આપ્યા છે અને જેટલા પણ રોલ કર્યા તમામને ન્યાય આપ્યો છે. આ પ્રકારની ટ્‌વીટને અવગણજાે’
એક યૂઝરે લખ્યું હતું

‘આવા લોકોને ગંભીરતાથી ન લેતા, તેઓ બીજાની ટીકામાં પોતાની ખુશી શોધે છે પરંતુ હું તમને કહેવા માગું છું કે, હું તારો ફેન છો અને તમે અદ્દભુત એક્ટર તેમજ વ્યક્તિ છો. તમે યોગ્ય માર્ગે જઈ રહ્યા છો. તમારો જાેશ હંમેશા હાઈ રાખજાે’.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન પાસે હાલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સીરિઝ ‘બ્રીધઃ ઈન્ટુ ધ શેડો ૨’ છે. છેલ્લે તે ફિલ્મ ‘દસવી’માં જાેવા મળ્યો હતો, જેમાં નિમ્રત કૌર અને યામી ગૌતમ પણ મહત્વના રોલમાં હતી. ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.