Western Times News

Gujarati News

વ્હાઈટ હાઉસમાં દિવાળી નિમિત્તે થયું ગ્રાન્ડ સેલિબ્રેશન

અમેરિકાના વ્હાઈટ હાઉસમાં સોમવારે અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું  ભવ્ય આયોજન થયું. જેમાં જો બાઈડેન પ્રશાસનના અનેક ભારતીય-અમેરિકનો સામેલ થયા.

આ અવસરે વ્હાઈટ હાઉસમાં જો બાઈડેને કહ્યું કે, ‘અમે તમારી મેજબાની કરીને સન્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ. વ્હાઈટ હાઉસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું દિવાળી રિસેપ્શન છે. US President Joe Biden on Diwali at White House told that, On this day, we thank the incredible south Asian community all across America for their optimism, courage & empathy. Together, South Asian Americans reflect the soul of who we are as a nation: 

અત્યાર સુધીના ઈતિહાસમાં અમારા પ્રશાસનમાં સૌથી વધુ એશિયન અમેરિકન છે અને અમે દિવાળીને અમેરિકાના કલ્ચરનો ખુશનુમા ભાગ બનાવવા માટે તમારો આભાર માનીએ છીએ.’

બાઈડેને વધુમાં કહ્યું કે, દિવાળીના અવસરે હું દુનિયાભરના 100 કરોડથી વધુ હિન્દુઓ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને શુભકામનાઓ પાઠવું છું. હાલ અમેરિકાની સરકારી અલગ અલગ સંસ્કૃતિઓથી ઘેરાયેલી છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ પદે પહોંચનારા પહેલા અશ્વેત મહિલા છે.

આ દરમિયાન ઝિલ બાઈડેને એશિયન અમેરિકન સમુદાયના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે સમુદાયના લોકોએ અમેરિકાને આગળ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે વ્હાઈટ હાઉસ સામાન્ય લોકોનું ઘર છે. અમેરિકાના ફર્સ્ટ લેડી (જો બાઈડેનના પત્ની) ઝિલ બાઈડેને આ ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાના કોઈ પણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવાર અહીં ઉજવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.