Western Times News

Gujarati News

સાયબર હેકરોનો કાળો કેર, હવે ઈન્સ્ટા યુઝર્સને પણ નિશાન બનાવી જંગી ફ્રોડ

એકાઉન્ટ હેક કરીને ફોલોઅર્સ-મિત્રોને પણ શીશામાં ઉતારે છેઃ છેલ્લા એક જ મહિનામાં સેકડો ફરીયાદ

વડોદરા, કોઈપણ પ્રોડકટને પ્રમોટ કરવા માટે નાણાની લાલચ સાથેના ઈન્સ્ટ્રાગ્રામ પર મેસેજ આવે છે.. તો ચેતી જજાે. હેકર્સોએ લોકોને શીશામાં ઉતારવા નવો રસ્તો શોધી કાઢ્યો છે. મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા વગદાર નેતાઓના ઈન્સ્ટ્રાગ્રામ અકોઉન્ટ હેક કરીને સાયબર ફ્રોડની નવી તરકીબો પ્રકાશમા આવી રહી છે. અને તેમાં સેકડો લોકો ભોગ બનતા હોય છે. છેલ્લા એક જ મહિનામાં માત્ર વડોદરા શહેરમાં જ હેકરોની જાળમાં ફસાઈનેે નાણાં ગુમાવ્વયાની ૧૦૦ થી વધુ ફરીયાદો પોલીસમાં થઈ છે.

વગદાર ઈન્સ્ટાગ્રામ યુઝરનુૃ એકાઉન્ટ હક કર્યા બાદ તેના ફોલોઅર્સને ક્રોપ્ટોકરન્સી તથા અન્ય, રીતના રોકાણના ફાયદા ગણાવીનેેેે લીંક મોકલવામાં આવે છે. અને તેના પર ક્લિક કરતાની સાથે જ બેક ખાતા સાફ થઈ જાય છે. આ સિવાય કોઈ ચોક્કસ પ્રોડક્ટસ કે સેવાને પ્રમોટ- પ્રચાર કરવા નાણાંની લાલચ આપીનેેે સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. લીંક પર ક્લિક કરતાની સાથે જ હેકર્સ એકાઉન્ટ હેક કરી લ્યે છે. તત્કાળ પાસવર્ડ તથા રજીસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી પણ બદલાવી નાંંખે છે.

સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માંકડીયાએ કહ્યેુ હતુ કે થયેલા ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ- હોલ્ડરની પોસ્ટ તેના ફોલોઅર્સને પણ પહોેચે છે. ક્રીપ્ટોકરન્સી કે અન્ય બનાવટી સ્ક્રીમમાં રોકાણ કરવા લલચાવવામાં આવે છે. કેટલાક લોકો ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરીને રોકાણ પણ કરી નાંખે છે. વગદાર વ્યક્તિના નામે કેટલી કમાણી થઈ છે એની હેકર લાલચ પણ આપતા હોય છે.

હેક થયેલા ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટના સેકડો ફોલોઅર્સે પણ આમાં નાણાંય ગુમાવ્યા છે. સાયબર નિષ્ણાંત મયુર ભુસાવલ્કરના કહ્યા અનુસાર દરરોજ ૩ થી ૪ પીડિતના ફોન આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં તો ઈન્સ્ટ્રા યુઝર્સને નિશાન બનાવીને હેકરોએેે કાળો કેર વર્તાવ્યો છે. ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટનો કબજાે મેળવી લીધા બાદ હેકરો ખાતાધારકના મિત્રોને પણ મેસેજ મોકલે છે. ઈન્સ્ટ્રાગ્રામ ઉપરાંત ફેસબુક તથા ઈમેલનો અંકુશ પણ ગુમાવવાની નોબત આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.