Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિવાળીની ઉજવણી માટે સૈફના ઘરે એકઠાં થયા પરિવારના સભ્યો

મુંબઈ, બોલિવુડમાં દિવાળી પાર્ટીઓ ફેમસ છે. દિવાળીના અઠવાડિયા પહેલાથી જ સેલિબ્રિટીઝ દિવાળી પાર્ટીનું આયોજન કરતાં હોય છે. આ વર્ષે ભૂમિ પેડનેકર, તાપસી પન્નુ, ક્રિતી સેનન, આયુષ્માન ખુરાના, શિલ્પા શેટ્ટી, પ્રોડ્યુસર આનંદ પંડિત, મનીષ મલ્હોત્રા, રમેશ તૌરાની વગેરે જેવા કેટલાય સેલેબ્સે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.

જેમાં ઉત્સાહ સાથે ફિલ્મી જગતના સિતારા સામેલ થયા હતા. બોલિવુડ ડીવા કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાને પણ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જાેકે, સૈફ-કરીનાની પાર્ટીમાં માત્ર પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કરીનાના પેરેન્ટ્‌સથી લઈને સૈફની બહેન સુધીના પરિવારજનો દિવાળી પાર્ટીમાં સામેલ થયા હતા. કરીના કપૂરના ઘરે પહોંચેલા પરિવારના સભ્યો એથનિક વેરમાં સુંદર લાગતા હતા. કરીના કપૂરના મમ્મી-પપ્પા બબીતા અને રણધીર કપૂર પિંક રંગના આઉટફિટમાં ટિ્‌વનિંગ કરતાં જાેવા મળ્યા હતા.

જ્યારે તેનાં કાકી નીતૂ કપૂર બ્લૂ અને ગોલ્ડન રંગના આઉટફિટમાં આકર્ષક લાગતા હતા. નીતૂ કપૂર દીકરા રણબીર અને પુત્રવધૂ આલિયા ભટ્ટ વિના જ પાર્ટીમાં પહોંચ્યા હતા. સૈફ અલી ખાનની બહેન સોહા પીળા રંગના ડ્રેસમાં જ્યારે તેનો પતિ કુણાલ ખેમૂ બ્લેક અને રેડ રંગના આઉટફિટમાં સરસ લાગતા હતા.

શશિ કપૂરના પુત્ર કુણાલ કપૂર પણ દીકરા ઝહાન સાથે કરીનાના ઘરે આવ્યા હતા. કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂર પણ મમ્મી-પપ્પા સાથે મેચિંગ કરતાં પિંક રંગનો શરાર સેટ પહેરીને આવી હતી. સિમ્પલ લૂકમાં પણ કરિશ્મા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પોતાની કારમાંથી ઉતરીને કરિશ્માએ મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. કરીના-સૈફના ઘરે યોજાયેલી દિવાળી પાર્ટીની કેટલીક અંદરની તસવીરો સામે આવી છે. જે સૈફની બહેન સોહાએ શેર કરી છે. તસવીરોમાં જાેઈ શકો છો કે, સૈફ અને કરીનાએ બ્લેક રંગના કપડામાં ટિ્‌વનિંગ કર્યું છે. તસવીરોમાં સોહા, કુણાલ અને સૈફ-કરીના ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

જાેકે, તસવીરોમાં સૈફ-કરીનાના દીકરાઓ તૈમૂર અને જેહ તેમજ સોહા-કુણાલની દીકરી ઈનાયા નહોતા જાેવા મળ્યા. આ ફોટોઝ શેર કરતાં સોહાએ લખ્યું, “પ્રેમ, પ્રકાશ અને હાસ્ય. તમને અને તમારા સ્નેહીજનોને દિવાળીને હાર્દિક શુભકામના. નીતૂ કપૂરે પણ પોતાના પરિવારની લેડીઝ સાથે દિવાળી પાર્ટીની તસવીર શેર કરી હતી.

નીતૂએ શેર કરેલી તસવીરમાં કરીના-કરિશ્મા, રીમા જૈન, નિતાશા નંદા અને નીતૂ કપૂર દેખાય છે. આ ફોટો શેર કરતાં નીતૂએ સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers