Western Times News

Gujarati News

ભારતીય મૂળના ઋષિ સુનકનો બ્રિટનમાં દબદબો:૫ વખત સાંસદ રહ્યાં, ૭૩૦૦ કરોડથી વધુ સંપત્તિ

લંડન, બ્રિટનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભારતીય મૂળના ઋષિ સુનક હવે પ્રધાનમંત્રી બનવાના છે. લિઝ ટ્રસના રાજીનામા બાદ હવે બ્રિટનની કમાન ભારતીય મૂળના વ્યક્તિના હાથમાં આવી છે.

સુનક ૨૮ ઓક્ટોબરે પ્રધાનમંત્રી પદે શપથ ગ્રહણ કરવાના છે. પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જાેનસન પણ રેસમાં હતા પરંતુ તે પાછળ હટી જતા સુનકના હાથમાં બ્રિટનની કમાન હશે.

થોડા દિવસ પહેલા ધ ગાર્ડિયને પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે બ્રિટનની મોટા ભાગની જનતા અને કંઝર્વેટિવ પાર્ટીના ઘણા સાંસદોનું તે માનવું હતું કે સપ્ટેમ્બરમાં જ સુનકને પ્રધાનમંત્રી બનાવી દેવાના હતા. લિઝ ટ્રસને ખુરશી સોંપવાનો ર્નિણય ખોટો સાબિત થયો.

ઋષિ સુનકે ડિબેટમાં કહ્યું હતું કે લિઝ ટ્રસ જે રીતે ટેક્સ કાપના ચૂંટણી વાયદાઓ આપી રહ્યાં છે તે બ્રિટનની અર્થવ્યવસ્થા માટે ઘાતક સાબિત થશે.

ઋષિ સુનકના માતા-પિતા ભારતીય મૂળના છે. પરંતુ તેમનો જન્મ ૧૨ મે ૧૯૮૦ના ઈંગ્લેન્ડના સાઉથમ્પેટનમાં થયો હતો. ઋષિ સુનકનું ભારતીય કનેક્શન કંઈક આ રીતે છે. તેમના દાદા-દાદી ભારતથી આફ્રિકા જઈને વસી ગયા હતા. ત્યારબાદ તેમના પિતા આફ્રિકાથી બ્રિટન પહોંચી ગયા હતા. સુનકના નાના પંજાબથી તાંઝાનિયા શિફ્ટ થઈ ગયા હતા. ત્યારબાદ તેમના માતાનો પરિવાર તાંઝાનિયાથી બ્રિટન જઈને રહેવા લાગ્યો હતો. બ્રિટનમાં તેમના માતા-પિતાના લગ્ન થયા હતા.

ઋષિ સુનકની ઉંમર ૪૨ વર્ષની છે અને તેમણે જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે. ઋષિ અને અક્ષતાને બે દિકરીઓ કૃષ્ણા અને અનુષ્કા છે. સુનકે બ્રિટનની વિંચેસ્ટર કોલેજથી પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી હતી.

ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની લિંકન કોલેજમાંથી ફિલોસોફી અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરી ચુક્યા છે. ગ્રેજ્યુએશન બાદ તેમણે કેટલોક સમય ઇન્વેસ્ટમેન ફર્મ ગોલ્ડમેન સેક્સની સાથે કામ કર્યું હતું.

તેમની પાસે ઇનવેસ્ટમેન્ટ ફર્મ, એનાલિસ્ટ, ગોલ્ડમેન સેક્શનો પણ અનુભવ છે. તેમની સંપત્તિ ૭૩૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. તો તેમની પત્ની અક્ષતા તો તેનાથી વધારે ધનવાન છે.

ઋષિ સુનકનું રાજકીય કરિયર: વર્ષ ૨૦૧૫, પ્રથમ વખત સાંસદ બન્યા,વર્ષ ૨૦૧૭, બીજી વખત સાંસદ બન્યા,વર્ષ ૨૦૧૮, મંત્રી (થેરેસા સરકાર),વર્ષ ૨૦૧૯, ત્રીજી વખત સાંસદ બન્યા,વર્ષ ૨૦૧૯, નાણા મંત્રી (જહોનસન સરકાર) એ યાદ રહે કે બ્રિટનમાં ભારતીયોનો ડંકો રહ્યો છે વસ્તી, ૩૫ લાખ (૫%) જીડીપીમાં યોગદાન, ૬% (રૂ. ૧૪ લાખ કરોડ) યુકેમાં જન્મેલા પ્રવાસી, મોટાભાગના ભારતીયો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.