વડોદરા શહેરના સુરસાગર તળાવમાં બોટીંગ સુવિધા શરૂ કરવાની હિલચાલ

File Photo
વડોદરા, વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં આખરે બોટીંગ સુવિધા પુનઃ શરૂ કરવાની મહાનગર પાલિકાના પદાધિકારીઓની હિલચાલ શરૂ થઈ છે. ૧૯૯૪માં હોડી હોનારતની બનેલી ઘટના બાદ સુરસાગરમાં બોટીંગ સુવિધા શરૂ કરવામાં સતત વિઘ્ન આવ્યા કરતા હતા.
સુરસાગરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ બાદ હવે તેમાં બોટીંગ સુવિધા પુનઃ શરૂ કરવાની વિચારણા સાથેે મેયર કેયુર રોકડીયાના નેતૃત્વ હેઠળ પાલિકાના પદાધિકારીઓએ તળાવના સ્થળે મુલાકાત લઈને નિરીક્ષણ કરીને ટૂંક સમયમાં જ સુવિધા શરૂ કરી દેવાના સંકેત આપ્યો હતો.
આજે વડોદરા મહાનગરપાલિકા ના મેયર કેયુર રોકડીયા, ડપ્યુટી મેયર નંદા જાેષી, સ્થાયી સમિતના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ સહિત તમામ પાલિકાના અધિકારીઓ સુરસાગર તળાવખાતે પહોચ્યા હતા. જયાં તેઓએ સ્થળ નિરીક્ષણ કર્યુહ તુ. મેયર કેયુર રોકડીયાએ જણાવ્યુ હતુ કે વડોદરાની મધ્યમાં સુરસાગર ખુબ જ મોટુ તળાવ છે.
કરોડો રૂપિયાના ખૃચે વડોદરા કોર્પોરેશન દ્વારા તેનું બ્યુટીફિકેશન પણ કરાયુ છે. જેનો સીધો લાભ લોકોને મળે એ સાથે સહેલાણીઓની અવરજવર પણ અહીંયા વધે અને આ એક પ્રવાસનનુૃં સ્થળ બને એ માટે હવે બોટીંગ કલબનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યુ છે.
મેયરે જણાવ્યુ હતુ કે પૂરતી સુરક્ષા સાથે બોટીંગ વ્યવસ્થા શરૂ કરવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વીમાો લેવાની જવાબદારી રહેશે. કોન્ટ્રાક્ટર તરવૈયાઓની ટીમ પણ તૈયાર રાખશે. અને લોકોની સુરક્ષા એ કોર્પોરેશનની પ્રાથમિકતા રહેશે અને પૂરતું ધ્યાન અપાશે.