Western Times News

Gujarati News

LTMMSL નું એમઆઈસીએ મિસાઈલ માટે મોટું યોગદાન

ડિફેક્સપો 2022 ખાતે ભારતની મિસાઈલ નિષ્ણાત LTMMSL

સંરક્ષણ પ્રાપ્તિની ખરીદી (ભારતીય- આઈડીડીએમ), ખરીદી (ભારતીય), ખરીદી કરો અને બનાવો (ભારતીય) અને બનાવો શ્રેણીમાં સહભાગ થકી ભારતીય સશસ્ત્ર બળો માટે કક્ષામાં અવ્વલ ભારતીય બનાવટની મિસાઈલોની ડિલિવરી કરીને અગ્રણી

ભારતીય ખાનગી મિસાઈલ ડેવલપર અને ઉત્પાદક અને મિસાઈલ સિસ્ટમ ઈન્ટીગ્રેટર તરીકે ધ્યાય સાથે એલએન્ડટી એમબીડીએ મિસાઈલ સિસ્ટમ્સ લિ. (એલટીએમએમએસએલ) કંપની છે. કંપનીએ ડિફેક્સપો 2022 દરમિયાન બે રોમાંચક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું,

જેમાં ભારતીય સશસ્ત્ર બળો માટે ઈન-સર્વિસ સમકાલીન મિસાઈલ ટેકનોલોજી પ્રદર્શિત કરવી અને બીજું, આપણી ભારતીય ઔદ્યોગિક પહોંચ અને ભાગીદારીઓ સાથે આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપવાનો સમાવેશ થાય છે.

એલટીએમએમએલએવ મિસાઈલ સિસ્ટમ્સ અને મિસાઈલ લોન્ચર્સ માટે કોઈમ્બતુર ખાતે ઈન્ટીગ્રેશન એકમ ધરાવે છે. આજે એલટીએમએમએસએલ એમઆઈસીએ મિસાઈલ સેકશન્સ અને મિસાઈલ લોન્ચર્સ ઉત્પાદન કરી રહી છે

અને તે કોઈમ્બતુરથી નિકાસ કરી રહી છે અને તેમાંથી અમુક ભારતીય હવાઈ દળના રાફેલ અને મિરાજ 2000 ફાઈટર એરક્રાફ્ટ માટે પુરવઠો કરવામાં આવે છે. એલટીએમએમએસએલે એમઆઈસીએ મિસાઈલ માટે મોટું યોગદાન આપ્યું છે.

અમે ભારતીય સશસ્ત્ર દળોને એમઆઈસીએ મિસાઈલ ઓફર કરવાની યોજના ધરાવીએ છીએ. એમઆઈસીએ ક્લોઝ-ઈન ડોગફાઈટથી લોંગ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (બીવીઆર) સુધી આયામોને આવરી લેતા બે ઈન્ટરઓપરેબલ સીકર્સ (એક્ટિવ રડાર અને ઈમેજિંગ ઈન્ફ્રારેડ)નો સમાવેશ ધરાવતી દુનિયામાં એકમાત્ર મિસાઈલ છે.

એન્ડ ગેમના આખરી તબક્કામાં સીકર લોક કરે તે પૂર્વે પેસિવ મોડમાં પીવીઆરમાં ઉડાણ ભરવાની તેની ક્ષમતાને લીધે તેણે મૂક મારક તરીકે નામ કમાયું છે, કારણ કે લક્ષ્ય પાસે પ્રતિક્રિયા આપવા અથવા અસરકારક પ્રતિકાર કરવા માટે થોડો સમય રહે છે.

એલટીએમએમએસએલ સી સેપ્ટર ઓફર કરે છે, જે ભારતીય નૌકાદળની વર્ટિકલ લોન્ચ્ડ શોર્ટ રેન્જ સરફેટ ટુ એર મિસાઈલ (વીએલ- એસઆરએસએએમ) માટે નેવલ એર ડિફેન્સ સિસ્ટમની નવીનતમ પેઢી છે.

સી સેપ્ટર અત્યંત આધુનિક એર- ડિફેન્સ વેપન સિસ્ટમ છે, જે ભારતીય નૌકાદળના યુદ્ધ માટે એર અને મિસાઈલ હુમલાથી રક્ષણની ઉચ્ચ સપાટી પૂરી પાડે છે.

એલટીએમએમએસએલે ભારતીય નૌકાદળની મધ્યમ રેન્જની એન્ટી- શિપ મિસાઈલની આવશ્યકતાઓ માટે એક્સોસેટ એમએમ40 ઓફર કરી છે.

એક્સોસેટ એમએમ40 બ્લોક 3 વેપન સિસ્ટમ કોમ્બેટ સિદ્ધ એક્સોસેટ મિસાઈલ પરિવારનું નવીનતમ પેઢીની જહાજ- જન્ય આવૃત્તિ છે. તે બહેતર સંચાલન કામગીરી અને ટેકનોલોજી અપગ્રેડ્સ પૂરી પાડે છે અને મિશન પ્લાનિંગ સોફ્ટવેર મોડ્યુલ ધરાવે છે,

જે ગોળીબારીના નિર્ણયોને ટેકો આપવા માટે આપોઆપ સહભાગની યોજનાની ગણતરી કરે છે. વળી, નવા નેવિગેશન પેકેજની અચૂકતાને લીધે ઓજારની સાનુકૂળતા વધુ બહેતર બને છે, જે લક્ષ્ય પર સાગમટે સમય સાથે અત્યંત નીચા સી સ્કિમિંગ અલ્ટિટ્યુડે અલગ અલગ અઝીમઠ્સમાંથી મહત્તમ 3ડી એપ્રોચ ટ્રેજેક્ટરીઝ અને ટર્મિનલ હુમલાઓને માર્ગ આપે છે.

ટર્મિનલ ગાઈડન્સ સમુદ્રમાં લક્ષ્યને ચૂંટવા અને ધરતી પર લક્ષ્ય માટે જીપીએસ અચૂકતા માટે આધુનિક એક્ટિવ સીકર પર આધાર રાખે છે.

 

એલટીએમએમએસએલ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ્સ માટે એન્ટી- ટેન્ક ગાઈડેડ મિસાઈલ (એટીજીએમ) પણ ઓફર કરે છે. અમારી વાલી કંપનીઓ એલએન્ડટી અને એમબીડીએની શક્તિઓને જોડતાં અમે ભારતીય સશસ્ત્ર દળો માટે એન્ટી- ટેન્ક મિસાઈલ ટેકનોલોજીઓ ઓફર કરી શકીએ છીએ, જે આ નવી પેઢીના એટીજીએમ માટે અમારા મેક ઈન ઈન્ડિયા પ્રસ્તાવને અત્યંત રોમાંચક બનાવે છે.

એલટીએમએમએસએલ ડિફેક્સપો 2022 દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોને સેવામાં અને ઓફર પર ઘણી બધી ઉચ્ચ કામગીરીની મિસાઈલ ટેકનોલોજીઓનો વ્યાપક પોર્ટફોલિયો પ્રસ્તુત કરશે.ટ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.