Western Times News

Gujarati News

AAPના એક મોટા નેતાને ૧૦ કરોડ આપ્યા હોવાનો ઠગ સુકેશ ચંદ્રશેખરનો દાવો

નવીદિલ્હી, મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ગંભીર આરોપ લગાવ્યા છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને લખેલા પત્રમાં ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈનને ૧૦ કરોડ રૂપિયા આપ્યા હતા. એટલું જ નહીં, તેણે દાવો કર્યો છે કે તેણે તિહાડ ડીજીને પણ પૈસા આપ્યા છે.

દિલ્હી એલજીને સંબોધીને લખેલા પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે તે સત્યેન્દ્ર જૈનને ૨૦૧૫થી ઓળખે છે અને તેણે આમ આદમી પાર્ટીને ૫૦ કરોડનું યોગદાન આપ્યું હતું, જેના બદલામાં આમ આદમી પાર્ટીએ તેને દક્ષિણ ભારતમાં પાર્ટીમાં મુખ્ય પદની ઓફર કરી હતી

મની લોન્ડરીંગ કેસઃ જેકલીન અને નોરા ફતેહીને ઠગ સુકેશે ગિફટ કરેલી પ્રોપર્ટી જપ્ત કરાશે

અને રાજ્યસભામાં પણ મોકલવાનું વચન આપ્યું હતું. સુકેશે તેના પત્રમાં દાવો કર્યો છે કે તે ભ્રષ્ટાચાર અને અર્થશાસ્ત્રના ગુનાના કેટલાક મામલામાં ૨૦૧૭થી જેલમાં બંધ છે.

પત્ર અનુસાર સુકેશે કહ્યું, ‘જ્યારે ૨૦૧૭માં પાર્ટી સિંબલ કેસમાં મારી ધરપકડ કરવામાં આવી હતી અને હું તિહાડ જેલમાં હતો, ત્યારે જેલ મંત્રી સત્યેન્દ્ર જૈન આવ્યા હતા અને મને ઘણી વખત મળ્યા હતા અને મને ઘણી વાર પૂછ્યું હતું કે ધરપકડ કરનારી એજન્સીને તમે મને જે પૈસા આપ્યા છે તે વિશે કોઈને જાણકારી તો નથી આપીને.

પિંકી ઈરાનીએ જેક્લીનનો સુકેશ સાથે સંપર્ક કરાવ્યો હતો

૨૦૧૯ માં, હું સત્યેન્દ્ર જૈન અને તેમના સચિવ સત્યેન્દ્ર કુમાર જૈનને મળ્યો હતો. આ સાથે હું તેના ખાસ મિત્ર સુશીલને જેલમાં મળ્યો હતો અને મને જેલમાં સુરક્ષા અને બેઝિક ફેસિલિટી માટે દર મહિને ૨ કરોડ રૂપિયાની પ્રોટેક્શન મની આપવાનું કહેવામાં આવ્યું હતું.

સુકેશે આરોપ લગાવ્યો છે કે મને ડીજી તિહાડ જેલ સંદીપ ગોયલને ૧.૫ કરોડ રૂપિયા આપવાનું પણ કહેવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ડીજી તેમના વફાદાર સહયોગી છે. મારા પર ૨-૩ મહિનામાં ૧૦ કરોડ રૂપિયા આપવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આ તમામ પૈસા કલકત્તામાં સત્યેન્દ્ર જૈનના ખાસ સહયોગી ચતુર્વેદીએ ભેગા કર્યા હતા. મેં સત્યેન્દ્ર જૈનને કુલ ૧૦ કરોડ રૂપિયા અને ડીજી તિહાડ જેલ સંદીપ ગોયલને ૧૨.૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા.

તેણે વધુમાં કહ્યું કે, ‘ઈડીની તપાસ દરમિયાન, મેં ડીજી તિહાડ દ્વારા ચલાવવામાં આવેલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને હાઈકોર્ટ દ્વારા આ કેસમાં તપાસની માંગણી પણ કરી હતી, જેમાં કોર્ટે નોટિસ જારી કરી છે અને આવતા મહિને સુનાવણી રાખી છે. સીબીઆઈની તપાસ દરમિયાન પણ મેં સત્યેન્દ્ર જૈન અને ડીજી તિહાડને આપવામાં આવેલા પૈસાની માહિતી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.