Western Times News

Gujarati News

વિકટોરીયા ગાર્ડન ને રૂ.ર.પ૦ કરોડના ખર્ચથી રી-ડેવલપ કરાશે

File

રીવરફ્રન્ટ ફલાવર શોની પ્રવેશ ફીમાં અસહ્ય વધારો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરની બે ઐતિહાસિક ધરોહર ને મ્યુનિ. કોર્પોરેશને નવા રૂપરંગ આપવા માટે નિર્ણય કર્યા છે. સાબરમતી નદી પરના સહુ પ્રથમ એલીસબ્રીજને તેના મુળ માળખામાં ફેરફાર કર્યા વિના મજબુત કરવામાં આવશે તેમજ સહેલાણીઓ માટે “આર્ટ ગેલેરી” પણ બનાવવામાં આવશે. જયારે એલીસબ્રીજના છેવાડે આવેલ ઐતિહાસિક વિકટોરીયા ગાર્ડન ને પણ મનપા દ્વારા રી-ડેવલપ કરવામાં આવશે. બગીચામાં ૧૦૦ કે તેથી વધુ ઉમર ધરાવતા ૧પ૦ જેટલા વૃક્ષોને નુકશાન ન થાય તેની તકેદારી રાખીને વિકટોરીયા ગાર્ડનનું ડેવલપમેન્ટ થશે.

અમદાવાદ શહેરને “હેરીટેજ સીટી” નો દરજજા મળ્યા બાદ ઐતિહાસિક ધરોહરની સાચવણી માટે મનપા દ્વારા પ્રયાસ થઈ રહયા છે. હેરીટેજ મિલકતોના સ્થાને તૈયાર થયેલ કોમર્શીયલ મિલ્કતોને પણ તોડી પાડવા માટે પણ ખાસ ઝુંબેશ ચાલી રહી છે. શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી પર ૧રપ વર્ષ જુના એલીસબ્રીજને મજબુત કરી તેવાં આર્ટ ગેલેરી બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

૧૦૦ વર્ષ કરતા જુના ૧પ૦ જેટલા વૃક્ષોની ખાસ સાચવણી કરવામાં આવશેઃ જીગ્નેશ પટેલ

જયારે વિકટોરીયા ગાર્ડન ને રી-ડેવલપ કરવા માટે ટોરેન્ટ કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે. મ્યુનિ.રીક્રીએશન કમીટી ચેરમેન દિનેશભાઈ પટેલના જણાવ્યા મુજબ અંદાજે ૪ર હજાર ચો.મી. જમીન પર વિકટોરીયા ગાર્ડનનું નવ નિર્માણ કરવામાં આવશે. જેના માટે ખાસ ડીઝાઈન તૈયાર થઈ રહી છે. નવા ડેવલપ થનાર બગીચાનું મુખ્ય-પ્રવેશદ્વાર સાબરમતી રીવરફ્રન્ટ તરફથી આપવામાં આવશે. હાલ જે સ્થળે દર રવીવારે ગુજરી બજાર ભરાય છે તેની ઉપરના ભાગ પરંતુ રીવરફ્રન્ટ અને બગીચાને જાડતો રેમ્પ બનાવવામાં આવશે. બગીચામાં હાલ મુખ્ય રોડ પરનો પ્રવેશદ્વાર છે તેને બંધ કરવામાં આવશે.

ગુજરી બજારના પાર્કીગનો ઉપયોગ નવા બગીચા માટે પણ કરવામાં આવશે. તેમજ સહેલાણીઓ માટે ગુજરી બજારના સ્થાને સોમથી શનીવાર સુધી કોર્ટ અને અન્ય વસ્તુનું હંગામી બજાર બનાવવા માટે પણ વિચારણા થઈ શકે છે. વિકટોરીયા ગાર્ડનમાં અતિદુર્લભ્ય કહી શકાય તેવા વૃક્ષો છે. જેમાં રૂખડો,કાંટાવાળો સીમડો અને અણફોસ મુખ્ય છે. રૂખડાના મુળનો ઘેરાવો ૧૭ ફુટ જેટલો હોય છે. આ પ્રકારના વૃક્ષો અમદાવાદ માં અન્ય કોઈપણ સ્થળે પ્રાપ્ય નથી. બગીચામાં ૧૦૦ કે તેથી વધુ વર્ષ જુના ૧પ૦ જેટલા વૃક્ષ છે. આ તમામ વૃક્ષને નુકશાન ન થાય તેની તકેદારી રાખીને જ બગીચાને ડેવલપ કરવામાં આવશે.

બગીચા ડેવલપમેન્ટ માટે ટોરેન્ટ પાવર સાથે કરાર કરવામાં આવ્યા છે. ડેવલપમેન્ટ માટે અંદાજે રૂ.ર.પ૦ કરોડનો ખર્ચ થશે. નવનિર્મિત બગીચામાં “હેરીટેજ” થીમને મહત્વ આપવામાં આવશે. આ બગીચામાં લોકમાન્ય તિલકની અતિદુર્લભ કહી શકાય તેવી પ્રતિમા છે. દેશમાં લોકમાન્ય તિલક બેઠા હોય તેવી પ્રતીમાની સંખ્યા ઓછી છે. તેથી લોકમાન્ય તિલકની પ્રતીમાની આસપાસ ડેકોરેટીવ લાઈટીંગ કરી તેને ખાસ સજાવવામાં આવશે. નવા બગીચામાં પ્રવેશ ફ્રી માટે પણ વિચારણા થઈ શકે છે.

કાંકરીયા કાર્નીવલ આડે દોઢ મહીનાનો સમય રહયો છે. એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડસ તુટવાની દુર્ઘટના બાદ તમામ રાઈડસ બંધ છે. તથા પાટાના કામ માટે ટ્રેન પણ બંધ છે. રાજય સરકારે ૧ર સભ્યોની અઠવાડીયા પહેલા કાંકરીયા ફ્રન્ટની મુલાકાતે આવ્યા હતા. કમીટી સભ્યો અને પોલીસ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ રાઈડ્‌સ શરૂ કરવામાં આવશે. કાંકરીયા તળાવમાં બોટીંગ અને વોટર-સ્પોટ શરૂ થઈ ગયા છે.

કાંકરીયા કાર્નીવલના દિવસો નજીક આવી રહયા હોવાથી રાઈડ્‌સ અને ટ્ર્‌ેન વહેલી તકે શરૂ થાય તે માટે પ્રયાસ થઈ રહયા છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ફલાવર-શોનું આયોજન કરવામાં આવશે. ડીસેમ્બર મહીનાના અંતિમ દિવસોથી દસ દિવસ માટે ફલાવર શોનું આયોજન થશે. જેમાં સોમવારથી શુક્રવાર સુધી રૂ.ર૦ પ્રવેશ ફી રાખવામાં આવશે. જયારે શનીવાર અને રવીવારે ગત વર્ષની જેમ પ્રવેશ ફી પેટે રૂ.પ૦ લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્યાર સુધી ફલાવર શો માં મફત પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ તેની લોકપ્રિયતા વધતા કોર્પોરેશન તંત્રે પણ તેમાંથી કમાવવાનો માર્ગ અપનાવ્યો છે અને આ વખતે યોજાનારા ફલાવર શો માં પ્રવેશ માટે ફી નકકી કરવામાં આવી છે જેના પગલે નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાકે કોર્પોરેશનના તંત્ર દ્વારા આ પ્રવેશ ફી માં શાળા પ્રવાસ, વૃધ્ધો અને બાળકોને રાહત આપવામાં આવી  હોવાનું જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.