Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કાળો ડ્રેસ પહેરીને દુલ્હન મૃતકો વાળી કારમાં આવી પહોંચી

નવી દિલ્હી, લગ્ન જીવનભરમાં એક જ વખત થાય છે, તેથી દરેકના પોતાના સપના તેની સાથે જાેડાયેલા હોય છે. દરેક વ્યક્તિને પોતાના લગ્નની કલ્પના હોય છે, મહિનાઓ પહેલા આ યાદી તૈયાર કરવામાં આવે છે કે લગ્ન ક્યાં અને કેવી રીતે થશે. આ માટે સ્થળની પસંદગી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એક મહિલાએ પોતાના લગ્ન માટે એવી જગ્યા પસંદ કરી કે લોકો ત્યાં જતા પણ ડરી ગયા. લગ્ન માટે લોકો સૌથી સુંદર જગ્યાઓ પસંદ કરે છે, પરંતુ અહીં અલગ જ નજારો જાેવા મળ્યો હતો. જ્યારે તેઓ વેડિંગ વેન્યુ પર પહોંચ્યા ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે લગ્ન કોઈ આલીશાન હોટેલમાં નહીં પરંતુ કબ્રસ્તાનમાં હતા. દુલ્હન પોતે આ ગેટઅપમાં પહોંચી હતી જેને જાેઈને લોકો ડરી ગયા હતા.

રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયાના રિડલેમાં રહેતી ૨૭ વર્ષની નોર્મા નીનોએ પોતાના વર ૨૯ વર્ષીય એક્સેલ સાથે લગ્ન કરવા માટે આવી જગ્યા પસંદ કરી, જે લોકોની વિચારસરણીની બહાર હતી. તેઓ કબ્રસ્તાનમાં ગયા અને શબપેટીઓથી ઘેરાયેલા સ્થળે પહોંચ્યા અને સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી.

નોર્માએ કહ્યું કે તેણે આ સ્મશાનગૃહમાં વર્ષો સુધી કામ કર્યું છે અને આ પહેલું સ્મશાન છે જે ફક્ત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તેણે લગ્ન માટે આ જગ્યા પસંદ કરી. શરૂઆતમાં લોકો આ લગ્નથી ડરી ગયા હતા, પરંતુ બાદમાં લોકોએ ૧૯૩૦ના દાયકાના કોસ્ચ્યુમ પહેરીને અહીં લગ્નમાં હાજરી આપી હતી.

નોર્મા અને એક્સેલ વર્ષ ૨૦૧૮ માં Tinder પર મળ્યા હતા. ૨ વર્ષની ડેટિંગ પછી, એક્સેલે નોર્માને પ્રપોઝ કર્યું અને ઓક્ટોબર ૨૦૨૨માં લગ્ન કરી લીધા. તમે સામાન્ય રીતે દુલ્હનને સફેદ ડ્રેસ અથવા લાલ જાેડીમાં જાેઈ હશે, પરંતુ અહીં દુલ્હન બ્લેક ડ્રેસમાં આવી હતી. નોર્મા કોફિન મેકર તરીકે કામ કરે છે અને તે આ ભૂતિયા લગ્નથી ખૂબ જ ખુશ હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers