Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જ્વેલર્સની દુકાનમાં ચાલી રહ્યો હતો ડબ્બા ટ્રેડિંગનો કારોબાર

ભાવનગર, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં આવેલ જ્વેલર્સમાં શેર બજાર અને કોમોડિટીનું ડબ્બા ટ્રેડિંગ કરતા બે ઈસમને પોલીસે ઝડપી લઈ મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ઉમરાળા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે રંઘોળામાં આવેલ વૃંદાવન શોપિંગ સેન્ટરમાં અંબાજી જવેલર્સ નામની દુકાનમાં મોબાઈલ ફોનમાં શેર અને કોમોડિટી સટ્ટા ટ્રેડિંગ કરતા

દેવુભાગ ભાવનગરના નિરવભાઈ રસિકભાઈ ધંધુકિયા તથા રંઘોળાના કલ્પેશ પ્રવીણભાઈ મેખિયા મળી આવ્યા હતા. એસઓજી પોલીસે તેમને તેમની પાસે શેર બજારના સોદા અંગે લાઈસન્સ અથવા સર્ટિફિકેટ માગતા જેઓની પાસે લાયસન્સ સર્ટિફિકેટ ન હોય તેમજ મોબાઈલમાં આઈડી મારફત શેર,

સોનું, ચાંદી, ફ્રૂડ વગેરેની લે-વેચના છેલ્લા એક સપ્તાહ દરમિયાનનું રૂ.પ૭,૦૦૦નું ટ્રાન્જેકશન તેમજ નફાની રકમનું વિવરણ મળી આવ્યું હતું. એસઓજીએ ર મોબાઈલ ફોન, રૂ.રર,પ૦૦ રોકડા, હિસાબની ડાયરી સહિતનું સાહિત્ય કબજે કરી બન્ને વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers