Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મુંબઈ સેન્ટ્રલ અને ભુજ વચ્ચે પશ્ચિમ રેલવેનું સ્પેશિયલ ટ્રેનના બે ફેરાનું આયોજન

મુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે, પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને ભુજ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

જેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09423/09424 મુંબઈ સેન્ટ્રલ – ભુજ સ્પેશલ  [2 ટ્રીપ]
ટ્રેન નંબર 09423 મુંબઈ સેન્ટ્રલ – ભુજ સ્પેશલ  મુંબઈ સેન્ટ્રલ 5  નવેમ્બર, 2022 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 22:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.15 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09424 ભુજ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશલ  6 રવિવાર નવેમ્બર, 2022,

રવિવારના રોજ ભુજથી 15.50 કલાકે ઉપડશેઅને બીજા દિવસે 06.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સામાખિયાળી અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ સામેલ છે. મુસાફરો કૃપા કરીને નોંધ લે કે આ ટ્રેનમાં લિનન આપવામાં આવશે નહીં.

ટ્રેન નંબર 09423 અને 09424 માટે બુકિંગ 5 નવેમ્બર, 2022 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટી ની  વેબસાઇટ પર શરૂ થશે હોલ્ટ્સ અને કમ્પોઝિશનના સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers