Western Times News

Gujarati News

મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદમાં “સતર્કતા જાગૃકતા સપ્તાહ ” અંતર્ગત સેમિનારનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર પ્રમાણિકતા અને પારદર્શિતાના મહત્વ વિશે રેલવે કર્મચારીઓમાં જાગૃતિ લાવવા માટે 31 ઓક્ટોબર, 2022 થી 06 નવેમ્બર, 2022 દરમિયાન સતર્કતા જાગૃકતા  સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષના સતર્કતા જાગૃકતા  સપ્તાહની થીમ “ભ્રષ્ટાચાર મુક્ત ભારત – વિકસિત ભારત” છે. સતર્કતા જાગૃકતા  સપ્તાહના અંતર્ગત, આજે તારીખ 03 નવેમ્બર, 2022ના રોજ મંડળ રેલ પ્રબંધક  કાર્યાલય , અમદાવાદ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈને સેમિનારમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.અને મંડળમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે થયેલી કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.

મુખ્ય સતર્કતા  અધિકારી પશ્ચિમ રેલ્વે શ્રી સુમિત હંસરાજાનીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કામ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા થતી ભૂલો અંગે સતર્ક રહેવાની સલાહ આપી હતી પશ્ચિમ રેલવેના સતર્કતા વિભાગના ઉપ મુખ્ય સતર્કતા અધિકારી (ટ્રાફિક) શ્રીમતી અનિતા પી જેમણે સેમિનારમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું

અને કામ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા થતી ભૂલો અંગે સજાગ રહેવાની સલાહ આપી હતી સેમિનારમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સતર્કતા સંગઠન, તેમની કામગીરી અને તાજેતરના કેટલાક સતર્કતાના કેસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સતર્કતા સંબંધિત પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.

આ સેમિનારમાં મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન,અપર રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી દયાનંદ સાહુ, ચીફ પ્રોજેક્ટ મેનેજર (ગતિશક્તિ) શ્રી ગુરુપ્રકાશ, મુખ્ય સતર્કતા અધિકારી સુમિત હંસરાજાની,સહાયક સતર્કતા અધિકારી શ્રી એસ. અરુલમણિ પૌલરાજ સહિત તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.