Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બીએસએફના વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત, બે જવાન શહીદ

બાડમેર,  ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત બાડમેર જિલ્લાના ચૌહાટન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએફના એક વાહન અને ટ્રક વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બીએસએફનું વાહનના બધા ભાગો ઉડી ગયા હતા. આ અકસ્માતમાં બીએસએફના બે જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય ૫ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને જાેધપુર રીફર કરવામાં આવ્યા છે. બે જવાન બાડમેરમાં અને એક જવાન સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત બાડમેર-ચૌહટન રોડ પર ચૌહટન આગૌર બસ સ્ટેન્ડ પાસે થયો હતો. બોર્ડર ઓફ સિક્યોરિટી ફોર્સની ૮૩મી બટાલિયનના સાત સૈનિકો તેમના ઓફિશિયલ કામ માટે સેડવાથી બાડમેર આવી રહ્યા હતા. આ દરમિયાન ચૌહટન નગર પાસે બીએસએફનું એક વાહન અને સામેથી આવી રહેલ એક ઝડપી ટ્રક સામસામે અથડાયા હતા. આ દુર્ઘટનામાં સીમા સુરક્ષા દળના બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers