Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગોપાલગંજ પેટાચૂંટણી: ઔવૈસીએ તેજસ્વીનો ખેલ બગાડી નાખ્યો

ગોપાલગંજ, રાજદ સુપ્રીમ લાલૂ પ્રસાદ યાદવના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં અસદુદ્દીન ઔવૈસીની પાર્ટી ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના રાજકીય સમીકરણો પર પાણી ફેરવી દીધું હતું.

પેટાચૂંટણીમાં તેજસ્વી યાદવના મામા અને ગોપાલગંજના પૂર્વ સાંસદ અનિરુદ્ધ પ્રસાદ ઉર્ફ સાધુ યાદવનું પણ કદ ઘટી ગયું. આ તમામની વચ્ચે ગોપાલગંજ સદર વિધાનસભા સીટ પર સતત પાંચમી વાર ભાજપે જીત નોંધાવી છે અને પોતાની જીતનો રેકોર્ડ યથાવત રાખ્યો છે.

વિધાનસભા પેટાચૂંટણીમાં ગોપાલગંજથી મહાગઠબંધન સમર્થિત રાજદ ઉમેદવારને ફરી વાર ભૂંડી હાર મળી છે. ભાજપ ઉમેદવાર અને દિવંગત ધારાસભ્ય સુભાષ સિંહની પત્ની કુસુમ દેવીએ ૧૭૯૪ વોટથી જીત નોંધાવી છે. કુસુમ દેવીને કુલ ૭૦૦૫૩ વોટ મળ્યા છે, જ્યારે રાજદ ઉમેદવાર મોહન પ્રસાદ ગુપ્તાને ૬૮૨૫૯ વોટ મળ્યા.

હાર જીતમાં ઘણા મતનું અંતર જાેવા મળ્યું. ભાજપ પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યું. તો વળી મહાગઠબંધનના સાત દળ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી રાજદને ભૂંડી હાર મળી હતી. ગોપાલગંજ વિધાનસભા પેટાચૂંટણી ધારાસભ્ય સુભાષ સિંહના નિધનના કારણે થઈ હતી. સ્વર્ગીય સિંહ અહીંથી સતત ચાર વાર ધારાસભ્ય રહી ચુક્યા હતા. તેમને કોઈ પણ રાજકીય પાર્ટી સાથે વિખવાદ કે ટકરાવ નહોતો.

વર્ષ ૨૦૦૫માં પહેલી વાર રાજદ ઉમેદવારને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. ગોપાલગંજ વિધાનસભા પેટાચૂંટણીમાં મો. શહાબુદ્દીનના પરિવારનું ફેક્ટર જાેવા મળ્યું. અલ્પસંખ્યક બહુમતીવાળા આ વિસ્તારના લોકોનું કહેવુ છે કે, પેટાચૂંટણીમાં પ્રચાર માટે મો. શહાબુદ્દીનના પરિવારમાંથી તેમની પત્ની હીના સહાબ અથવા તેમના દિકરા ઓસામાને બોલવાની માગ કરી હતી, પણ આરજેડીએ તેમના પરિવારને પેટાચૂંટણીમાં નજરઅંદાજ કરી દીધા અને પોસ્ટરમાં પણ ક્યાંય જગ્યા ન આપી. તેના કારણે અલ્પસંખ્યક મતદારો નારાજ દેખાયા.

જેની અસર પરિણામ પર જાેવા મળી. તેથી જ તો અબ્દુલ સલામને ઔવૈસીની પાર્ટીનો સિમ્બોલ ભલે ન મળ્યો તેમ છતાં પણ તેમને ૧૨ હજાર ૨૧૪ વોટ મળ્યા હતાં.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers