Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લક્ષ્મી આવી, માસી બનીને ખુશ થઈ રાખી સાવંત

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ માતા-પિતા બન્યા છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે આલિયા ભટ્ટને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં રણબીર કપૂર સિવાય આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન, સાસુ નીતૂ કપૂર અને બહેન શાહીન ભટ્ટ પણ હાજર છે.

આલિયાના પિતા મહેશ ભટ્ટે પણ સવારે કહ્યુ હતું કે તેઓ એક નવા સૂર્યોદયની રાહ જાેઈ રહ્યા છે. આલિયાએ હવે જ્યારે દીકરીને જન્મ આપ્યો છે તો ચોક્કસપણે કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હશે. ત્યારે હવે એક્ટ્રેસ રાખી સાવંતનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં તે ખૂબ જ ખુશ જાેવા મળી રહી છે. આ વિડીયોમાં એક્ટ્રેસ રાખી સાવંત એવું કહેતી જાેવા મળી રહી છે કે લક્ષ્મી આવી.

લક્ષ્મી આવી. આલિયા ભટ્ટે બેબી ગર્લને જન્મ આપ્યો છે. ત્યારે રાખી સાવંત આ વિડીયોમાં કેમેરા તરફ જાેતાં મીઠાઈ ખવડાવતી જાેવા મળી રહી છે. તે કહે છે કે – આ તમારા માટે મીઠાઈ. આજે આ ગૌરવની વાત છે. જે દિવસની રાહ જાેતા હતા તે હવે આવી ગયો.

આલિયા ભટ્ટ માતા બની ગઈ છે અને એક ક્યુટ પરીને જન્મ આપ્યો છે. પછી આ વિડીયોમાં રાખી સાવંત મીઠાઈ ખાતી જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે લગભગ સાડા સાત વાગ્યે આલિયાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારથી જ એવી સંભાવના વ્યક્ત થઈ રહી હતી કે દંપતી આજના દિવસમાં ગૂડ ન્યુઝ સંભળાવશે.

અને આખરે જાણકારી સામે આવી છે કે આલિયા અને રણબીર દીકરીના માતા પિતા બન્યા છે. આ જ વર્ષે એપ્રિલ મહિનામાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાયા હતા.

પાછલા ઘણાં વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતા. સ્ટાર કપલે પોતાના નિવાસસ્થાને જ લગ્નના તમામ ફંક્શનનું આયોજન કર્યુ હતું, જેમાં પરિવારના લોકો અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા. લગ્નના થોડા જ સમય પછી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને જાણકારી આપી હતી કે તે માતા બનવાની છે.

આ સમાચારને કપૂર તેમજ ભટ્ટ પરિવારે વધાવી લીધા હતા. બન્ને પરિવાર ત્યારથી જ બાળકના આગમન માટે આતુર હતા. આલિયા ભટ્ટે પ્રેગ્નન્સી દરમિયાન પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કર્યુ હતું. આ સિવાય તેણે પોતાની પ્રથમ હોલિવૂડ ફિલ્મ માટે શૂટિંગ પણ કર્યુ હતું.

તાજેતરમાં જ તેણે પોતાની એક બ્રાન્ડ લોન્ચ કરી હતી. આલિયાએ પોતાને વ્યસ્ત રાખી હતી. પાછલા થોડા સમયથી રણબીર પણ આલિયા સાથે રહેવા માટે બ્રેક પર હતો. દિવાળીની ઉજવણી પણ કપલે સાદગીથી પોતાના ઘરમાં જ કરી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers