સિઝેરિયન ડિલિવરીથી બીજા બાળકને જન્મ આપશે દેબીના બેનર્જી
મુંબઈ, દીકરી લિયાનાના જન્મના ચાર મહિના બાદ બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી ત્યારથી ટીવી એક્ટ્રેસ દેબીના બેનર્જી ચર્ચામાં છે. તે ખૂબ જલ્દી બાળકને જન્મ આપવાની છે. લિયાના હજી નાની છે અને તેવામાં બીજી પ્રેગ્નેન્સી રહેતા એક્ટ્રેસનું શિડ્યૂલ વ્યસ્ત ચાલી રહ્યું છે.
જાે કે, આ બધાની વચ્ચે પણ તે હંમેશા પ્રેમ અને સપોર્ટ આપતાં ફેન્સ સાથે કનેક્ટ કરવાનું ચૂકતું નથી. YouTube પર ચેનલ ધરાવતી દેબીના બેનર્જીએ હાલમાં એક નવો વ્લોગ શેર કર્યો હતો. જેમાં તેણે આ વખતની પ્રેગ્નેન્સીમાં ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને બાળકના સાઈઝ સહિતની કેટલીક જટિલતાના કારણે સી-સેક્શનથી ડિલિવરી કરાવવાની હોવીનો ખુલાસો કર્યો હતો.
તેને પહેલી ડિલિવરી નોર્મલ થઈ હતી. બીજી પ્રેગ્નેન્સીમાં તેની સાઈઝ વધી જતાં ઘણા લોકોએ આ વિશે સવાલ પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં દેબીના બેનર્જીએ કહ્યું હતું કે ‘મને પણ લાગતું હતું કે, મારું પેટ આટલું મોટું કેવી રીતે થઈ ગયું. પરંતુ ત્યારે મને જાણ થઈ હતી કે, પહેલીના તરત જ બાદ બીજી વખત પ્રેગ્નેન્સી રહેતા સ્ટ્રેચના કારણે પેટ આવું થઈ જાય છે. શેપમાં આવતા તેને થોડો સમય લાગે છે.
મારી પ્રેગ્નેન્સી બેક-ટુ-બેક હોવાથી મારું પેટ વધારે ટાઈટ થઈ ગયું છે. મારું વજન વધી રહ્યું છે કારણ કે લિયાનાના જન્મ બાદ મને એક્સર્સાઈઝ કે ડાયટ માટે એટલો સમય મળ્યો નથી. સી-સેક્શન કેમ પસંદ કર્યું તેનો ખુલાસો કરતાં એક્ટ્રેસે કહ્યું હતું હું ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી જેવી સમસ્યામાંથી પસાર થઈ રહી છું.
બાળકની સાઈઝ પણ વધી રહી છે કારણ કે, પેટમાં ઘણી જગ્યા છે. તેથી ડોક્ટર્સને શંકા છે કે જાે મેં વધારે રાહ જાેઈ તો વોટર બ્રેક ગમે ત્યારે થઈ શકે છે. મેં બધું તૈયાર રાખ્યું છે અને મારી સ્થિતિને જાેતા સી-સેક્શન પસંદ કર્યું છે. આ સિવાય બાળક ત્રાસું છે.
દેબીના બેનર્જી હાલ તેના લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. તેણે બ્લેક બ્રાલેટ અને વ્હાઈટ શર્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ માટે તેણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.
ફોલોઅર્સનું કહેવું છે કે, ‘આ પ્રકારના કપડા પહેરી બેબી બમ્પ દેખાડવો તે ભારતની સંસ્કૃતિ નથી’, તો કેટલાકે કહ્યું ‘આ પ્રકારનું ફોટોશૂટ તેને શોભા આપતું નથી’. દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા અને દસ વર્ષ બાદ એટલે કે ૨૦૨૧માં કપલે ગુડન્યૂઝ સંભળાવ્યા હતા. દીકરી લિયાનાનો જન્મ આ વર્ષના એપ્રિલ મહિનામાં થયો હતો.SS1MS