Western Times News

Gujarati News

સારી દવા-સારવાર સારો વ્યવસાય ઊભો કરશે, પણ સારો વ્યવસાય સારી દવા-સારવાર નહીં આપેઃ ડૉ. નરેશ ટ્રેહાન

ગ્લોબલ હેલ્થ લિમિટેડ (મેદાન્તા)ના સીએમડી ડૉ. નરેશ ટ્રેહાન અને ગ્રૂપ સીઇઓ પંકજ સાહની સાથે સંવાદ

પ્રશ્રઃ અત્યારે ભારતમાં 8-9 હોસ્પિટલ કંપનીઓ લિસ્ટેડ છે. તમારી હોસ્પિટલ શું ફરક ધરાવે છે અને અમારે તેમાં શા માટે રોકાણ કરવું જોઈએ?

જવાબ: ડૉ. નરેશ ટ્રેહાન: ભારત અને એને એની આસપાસના દેશોમાં માયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક, હાર્વર્ડને સમકક્ષ સંસ્થા ઊભી કરવા મેદાન્તાની રચના થઈ હતી, જ્યાં આ મોડલ સમાન પ્લેટફોર્મ છે. દુનિયાભરમાં આ તમામ સ્પેશિયાલ્ટીઝનું નેતૃત્વ મૂલ્યો ધરાવતા લીડર્સ કરે છે અને આ તમામ લોકોની સહિયારી ક્ષમતાએ અતિ મજબૂત ડિલિવરી સિસ્ટમ ઊભી કરી છે, જેમાંથી દર્દીઓને અતિ શ્રેષ્ઠ પરિણામો મળી શકે છે, કારણ કે પ્લેટફોર્મ ગ્રૂપ થેરપીઓનો ઉપયોગ કરે છે.

એ કારણે આ સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી અને અમે ગુરુગ્રામમાં 2.7 મિલિયન સ્ક્વેયર ફીટનું નિર્માણ કર્યું છે તથા ભૌતિક માળખા, ટેકનોલોજી અને માનવીય મૂડીમાં આ ધારાધોરણોનું પ્રતિનિધિત્વ કરે એવી સિસ્ટમ સ્થાપિત થઈ છે. અમારી સાથે સંકળાયેલા ડૉક્ટર્સ ભારતની સાથે દુનિયાભરમાં રેટેડ કે પ્રતિષ્ઠિત લીડર્સ છે. એટલે બહોળો અનુભવ ધરાવતી આ સહિયારી ક્ષમતા સાથે ડૉક્ટર્સ ખભેખભો મિલાવીને ફૂલ ટાઇમ કામ કરે છે અને અમે શ્રેષ્ઠ પરિણામો આપીએ છીએ.

Mr. Pankaj Sahni, Group Chief Executive Officer, Global Health Limited

આ શરૂ થયાના પ્રથમ 15 મહિનામાં અમે ગુરુગ્રામમાં બ્રેકઇવન હાંસલ કર્યો હતો. આ મોટું રોકાણ હતું. પહેલી વાર એવું બન્યું હતું કે, ખાનગી ક્ષેત્રમાં 1,300 એક્સ્ટ્રા બેડ સાથે આટલી મોટી હોસ્પિટલ સ્થાપિત થઈ હતી. પછી અમે આગામી પગલું ભરવા ક્ષમતા હાંસલ કરી હતી અને અમે છ વર્ષની અંદર અમારું તમામ ઋણ કે તમામ લોન અદા કરી દીધી હતી, જે હકીકતમાં 12 વર્ષની લોન હતી. એટલે અમારી કામગીરી બહુ સારી રહી હતી. નાણાકીય દ્રષ્ટિની સાથે અમારી સિસ્ટમ અને પ્રોટોકોલ પણ મજબૂત થયા છે. પરિણામે અમે સુવિધાજનક રીતે અનુભવ કર્યો છે કે, અમે આ વ્યવસ્થાઓને દેશના અન્ય વંચિત વિસ્તારોમાં લઈ જઈ શકીએ અને અમે વિસ્તરણ કામગીરી કરી હતી.

તેમાં સૌપ્રથમ ઉત્તરપ્રદેશમાં 200 મિલિયન લોકોની સેવા કરવા લખનૌમાં 1,000-બેડની હોસ્પિટલ હતી, જ્યાં આ પ્રકારના ધારાધોરણો અગાઉ અસ્તિત્વમાં નહોતા. પછી અમે પટણામાં પ્રવેશ કર્યો અને આ પ્રકારની હેલ્થકેર સેવાઓ 130 મિલિયન લોકો માટે સુલભ કરી છે. લખનૌની સુવિધા 1,000 બેડ ધરાવે છે અને પટણાની સુવિધા 650 બેડ ધરાવે છે. હવે અમે નોઇડામાં એક નવી બિલ્ડિંગ ઊભી કરી રહ્યાં છીએ, જે મોટી સંખ્યામાં લોકોને સેવા આપે છે.

એટલે મેદાન્તા એવી વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં લોકો વ્યક્તિગત ધોરણે નહીં પણ ટીમો તરીકે ખભેખભો મિલાવીને ફૂલ ટાઇમ કામ કરે છે તથા અંતિમ પરિણામ ઘણું સારું છે અને વધારે જટિલ કેસોને શ્રેષ્ઠ સારવાર મળે છે. અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક્સ જેવા તમામ અદ્યતન ઓપરેશન કર્યા છે. અમે હકીકતમાં રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ ઊભું કર્યું હતું અને હંમેશા અદ્યતન ટેકનોલોજીને અપનાવી છે. હવે અમે ફેંફસાનું ટ્રાન્સપ્લાન્ટ શરૂ કર્યું છે. આ તમામ પ્રકારની સારવારો એકછત હેઠળ ઉપલબ્ધ છે અને એનું રેપ્લિકેશન થાય છે, કારણ કે આ તમામ સિસ્ટમ અને પ્રોટોકોલ સંપૂર્ણ સિસ્ટમમાં રેપ્લિકેશન ધરાવે છે.

અમે રાંચી અને ઇન્દોરમાં બે નાની હોસ્પિટલો ધરાવીએ છીએ. અમારી હોસ્પિટલોમાંથી વૃદ્ધિ અતિ ઝડપથી થાય છે અને એ કારણે અમે માનીએ છીએ કે, અમે અસરકારક વ્યવસ્થા ધરાવીએ છીએ, જે એની આસપાસના સમુદાયોને રાહત આપે છે અને આ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ન્યૂઝવીક ઇન્ટરનેશનલે અમને સતત ત્રણ વર્ષ માટે દુનિયાના આ વિસ્તારમાં શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલનું રેન્કિંગ આપ્યું છે.

પ્રશ્ર. અત્યારે તમારી માર્કેટ કેપ આશરે રૂ. 9,000 કરોડના સૌથી ઊંચા સ્તર પર છે. આઇપીઓમાં સ્ટોકની કિંમત તમે કેવી રીતે મેળવી? તમે મૂલ્યાંકન પર પહોંચવા માપદંડ તરીકે ઉદ્યોગનો કે તમારા રોકડપ્રવાહ અને તમારી વૃદ્ધિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો હતો, કારણ કે એક સંપૂર્ણ છે, બીજો તુલનાત્મક છે?

જવાબ. પંકજ સાહની: અમારા મૂલ્યાંકન અને સ્ટોકની કિંમત માટે અમે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ 100 સંસ્થાગત રોકાણકારો સાથે વાત કરી છે. અમારા કેટલાંક એન્કર રોકાણકારોની ગુણવત્તાને જુઓ. તેમાં સિંગાપોરની સરકારમાંથી જીઆઇસી એનએસઈ 4.08 ટકા જેવા અગ્રણી સોવેરિયન ફંડ છે. અમે અણારી એન્કર બુકમાં ભારતમાં લગભગ તમામ અગ્રણી મ્યુચ્યુઅલ ફંડો ધરાવીએ છીએ – અંદાજે 13થી 13 મ્યુચ્યુઅલ ફંડ અમારી એન્કર બુકમાં છે. દુનિયાના વિવિધ દેશોમાંથી અગ્રણી આંતરરાષ્ટ્રીય રોકાણકારો પણ એન્કર બુકમાં સામેલ છે.

આ આઇપીઓ માટે અમે ઉચિત કિંમત માનીએ છીએ એના પર પહોંચવા અમે કેટલાંક સંસ્થાગત રોકાણકારો, બેંકર્સ સાથે સંકળાયેલા છીએ તથા અમે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમારા શેરધારકો સાથે જોડાયા છીએ. આઇપીઓની અપર પ્રાઇસ બેન્ડ રૂ. 336 છે અને તમે ઉચિત રીતે ધ્યાન દોર્યું કે, જ્યારે તમે મૂલ્યાંકનો અને મલ્ટિપ્લસમાંથી બહાર આવેલા કેટલાંક માપદંડોનો વિચાર કરો છો, ત્યારે તમે હાલ પ્રવર્તમાન માપદંડો સાથે સરખામણી કરો છો અને તમને સ્પષ્ટપણે દેખાય છે કે, અમે આ શા માટે આને ઉચિત કિંમત માનીએ છીએ. અમને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળે મેદાન્તામાં અમારી વૃદ્ધિને લઈને વિશ્વાસ છે.

છેલ્લાં એકથી બે વર્ષમાં સારી કામગીરી કરતી અમારી વિકસિત સુવિધાઓમાંથી જ વૃદ્ધિ થઈ નથી. જો તમે નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2021-22ની સરખામણી કરો, જો તમે કોવિડ વર્ષ કે નાણાકીય વર્ષ 2020-21ની ગણતરી ન કરો, તો પણ અમે અમારી આવક પર વાર્ષિક ધોરણે આશરે 20 ટકા સીએજીઆર મેળવી હતી. અમે અતિ સારું ઇબીઆઇટીડીએ માર્જિન ધરાવીએ છીએ અને અમે તમામ સેગમેન્ટમાં સારી કામગીરી કરીએ છે તથા આ કામગીરી અમે આંતરરાષ્ટ્રીય રીતે જોવા મળેલા કેટલાંક પડકારો વચ્ચે ધીરજ સાથે કરી છે.

વધારે રોમાંચક હકીકત છે – અમે અમારી નવી એસેટમાંથી થોડી વૃદ્ધિ હાંસલ કરી છે. અત્યારે લખનૌ સુવિધા આશરે 500 બેડ ધરાવે છે અને અમારી પટણા સુવિધા ચાલુ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી, જે આશરે 300 બેડ ધરાવે છે અને બંને સુવિધાઓની કામગીરી સારી છે.

હકીકતમાં અમારી લખનૌ સુવિધાએ ઘણી સારી કામગીરી કરી છે, જેણે નાણાકીય વર્ષ 2022માં આશરે 28 ટકા ઇબીઆઇટીડીએ માર્જિન મેળવ્યું છે અને કોવિડના કેટલાંક પડકારો વચ્ચે પણ પ્રથમ પૂર્ણ વર્ષની કામગીરીમાં ઇબીઆઇટીડીએ બ્રેકઇવન મેળવ્યો છે. એટલે અમને સંભવિતતાઓ અને તકોને લઈને વિશ્વાસ છે અને નોઇડાની સુવિધા બોર્ડ પર આવશે, જેના પગલે અમે વર્તમાન ગાળાની સાથે લાંબા ગાળા માટે વૃદ્ધિનું ચક્ર સ્થાપિત કર્યું છે.

પ્રશ્ર. તમને તમારા એન્કર રોકાણકાર પાસેથી કેવો પ્રતિભાવ મળ્યો છે, કારણ કે તમે જેની વાત કરી એ મૂલ્યાંકનનો વિચાર કરતાં આ આકર્ષક છે, પણ એને સસ્તાં ન કહી શકાય?

જવાબ. પંકજ સાહની: એન્કર રોકાણકારો પાસેથી અતિ સારો અને સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. તમે એ બુકમાં હોય એવા કેટલાંક નામ જોઈ શકશો. જ્યારે તમે સ્થાનિક બજારની દ્રષ્ટિએ વિચાર કરો તો, લગભગ 13 મ્યુચ્યુઅલ ફંડ છે – દેશમાં આ તમામ અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ એન્કર બુકનો ભાગ છે, હકીકતમાં વધારે શક્ય છે, તેઓ સબસ્ક્રાઇબ કરવા આતુર છે, જેને અમે સ્થાનિક પક્ષે એન્કર બુકમાં સાઇઝની મર્યાદાઓને કારણે સમાવી ન શકીએ.

તમામ અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ, અગ્રણી જીવન વીમા કંપનીઓ તેમજ અમારી એન્કર બુકમાં પ્રતિનિધિત્વ ધરાવતા રોકાણકારો પાસેથી અસાધારણ પ્રતિભાવ મળ્યો હતો.

સંસ્થાગત પક્ષે પણ અમને અતિ સારો, સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. એન્કર બુકમાં ઘણા સોવેરિયન ફંડ સહભાગી થયા છે. અમે દુનિયાભરમાંથી એન્કર બુકમાં હેલ્થકેર કેન્દ્રિત ફંડોની ભાગીદારી ધરાવીએ છીએ. અમે એન્કર બુકમાં આંતરરાષ્ટ્રીય ફંડોની ભાગીદારી ધરાવીએ છીએ, જેઓ તમામ ક્ષેત્રોમાં ભારતમાં રોકાણનો ઘણો સારો અનુભવ ધરાવે છે.

એન્કર બુકની દ્રષ્ટિએ અમારી કંપની માટે પુષ્કળ તક હતી. અમે સાઇઝની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રીતે સહભાગી થવા આતુર લોકોની લાંબી યાદી ધરાવતા હતા. અમે તમામ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાગત રોકાણકારોનું ઉચિત પ્રતિનિધિત્વ મેળવીએ એ સુનિશ્ચિત કરવા અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. એટલે અમે તમામ દ્રષ્ટિએ મજબૂત એન્કર બુક ધરાવીએ છીએ. જ્યારે તમે અમારી પ્રાઇસિંગનો વિચાર કરો, જેનો મેં ઉલ્લેખ કર્યો હતો, અમારી નાણાકીય કામગીરી ચકાસો, અમારી ઇબીઆઇટીડીએ માર્જિન, આવકમાં વૃદ્ધિ અને અમારી વૃદ્ધિનો દર જેવા માપદંડો જુઓ, ત્યારે અમે આત્મવિશ્વાસની લાગણી ધરાવીએ છીએ. અમારી કંપની, અમારાં બોર્ડ, સંસ્થાગત રોકાણકારો સાથે બેંકર્સે અતિ વાજબી કિંમત પર પહોંચવા કામગીરી કરી હતી.

પ્રશ્ર. તમે અગ્રણી કાર્ડિયોલોજિસ્ટ છો. તમે ઉદ્યોગસાહસિક પણ બન્યાં છો. જ્યારે આવશ્યક સેવા મોટી સંખ્યામાં લોકો માટે વાજબી દરે મળે એ સુનિશ્ચિત કરો છો, ત્યારે શેરધારકોને મહત્તમ વળતર કેવી રીતે આપો છો?

જવાબ. ડૉ. નરેશ ટ્રેહાન: જુઓ, સારી દવા, સારવાર સારો વ્યવસાય આપશે, પણ સારો વ્યવસાય સારી દવા આપતી નથી. એટલે તમારે ક્યારેય તમારા મુખ્ય લક્ષ્યાંક પરથી દ્રષ્ટિ ગુમાવવાની નથી, જે હેલ્થકેરના સૌથી છેડે આપવામાં આવશે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ સૌથી વધુ વાજબી દરે હેલ્થકેર પ્રદાન થઈ શકશે, જેથી વધુને વધુ લોકો એમાંથી લાભ લઈ શકે છે. ત્રીજી બાબત છે – દવા કે સારવારની અસરકારકતા, જે હંમેશા જાળવવી જોઈએ.

એટલે જો તમે આ ત્રણ મુખ્ય મૂલ્યોને વળગી રહો, તો દર્દીઓ તમારી સેવા લેવાનું પસંદ કરશે. આ મુખ્ય મૂલ્ય સાથે કોઈ પણ વ્યક્તિ થઈ રહેલી વૃદ્ધિને જોઈ શકે છે.

પ્રશ્ર. આઇપીઓની વાત પર પાછાં આવીએ. અન્ય અપર પ્રાઇસ બેન્ડમાં તમે આશરે 43ના પીઇ પર ક્વોટ કર્યું છે, જે ઉદ્યોગની આશરે 50+ સરેરાશથી ઓછી છે. આ સભાનતાપૂર્વક લીધેલો નિર્ણય છે?

જવાબ. પંકજ સાહનીઃ મેં અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ અમે અમારા બેંકર્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમારા હાલના કેટલાંક સંસ્થાગત રોકાણકારો તેમજ અગાઉ અમે જેની સાથે સંકળાયેલા હતા એ રોકાણકારો સાથે ચર્ચા કરીને અમારી પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તમે અમારા આરએચપીમાં જોશો કે કેટલાંક રોકાણકારો ખરીદીમાં પણ સંકળાયેલા હતા. આશરે 26 ટકા ઇક્વિટી ધરાવતી કાર્લાઇલએ આ આઇપીઓ અગાઉ તેની આશરે 6 ટકા ઇક્વિટીનું વેચાણ કર્યું છે. તેઓ આઇપીઓમાં વેચાણ માટેની ઓફરમાં બાકીનો 20 ટકા હિસ્સો વેચશે. તેઓ તેમનો સંપૂર્ણ હિસ્સો વેચશે, જેથી વેચાણ કે અન્ય કોઈ રીતે કોઈ સ્ટોક બાકી નહીં રહે, કારણ કે અમે કાર્લાઇલના સ્ટોકના સંબંધ સાથે આગળ વધીશું.

અમારી અન્ય નાણાકીય રોકાણકારો ટીમસેક અમારી સાથે રોકાણ જાળવી રાખવા આતુર છે. તેઓ આશરે 18થી 19 ટકા હિસ્સો ધરાવે છે. એટલે ટેકાની દ્રષ્ટિએ અમને આ પ્રાઇસિંગ માટે ગાઇડન્સ મળ્યું છે, અમે વિવિધ અગ્રણી લોકો પાસેથી મજબૂત ઇનપુટ ધરાવીએ છીએ, જેઓ આ સ્પેસ સાથે પરિચિત છે. પ્રી-આઇપીઓ વેચાણમાં એસબીઆઈ એનએસઇ 1.55 મ્યુચ્યુઅલ ફંડે 6 ટકા હિસ્સો ઓફલોડ કર્યો છે. ડેનિશ ફંડ નોવોએ એમાંથી કેટલો હિસ્સો ખરીદ્યો છે અને આઇપીઓ અગાઉ રૂ. 336ની ભાવે એ ખરીદી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.