Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા કલેકટરને રજૂઆત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના અને અતિ સંવેદનશીલ બુથ ઉપર પૂરતી તકેદારી અને બંદોબસ્ત તેમજ સી.સી.ટીવી કેમેરા અને ન્યાય પૂર્ણ વર્તે તેવા સ્ટાફ અને કર્મચારીઓ મૂકી ચૂંટણી ન્યાય પૂર્ણ રીતે ચોકસાઈ પૂર્વક યોજાઈ તે માટે પંચમહાલ જિલ્લા કોગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી.

પંચમહાલ જિલ્લાના પાંચ વિધાનસભા અતિ સંવેદનશીલ બુથ ઉપર ચોકસાઈ રાખી પૂરતો બંદોબસ્ત ગોઠવે મતદારોને ર્નિભય રીતે મતદાન કરી શકે અને નાની મોટી ઘટનાઓ બનતિ અટકાવી શકાય અને ભૂતકાળના બનાવો ને ધ્યાનમાં લઇ ડિસેમ્બર ૨૦૨૨ મી યોજનારી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે

અને મતદારો અધિકારથી વંચિત ના રહે ઉપરાંત ટોળાબંદી બોગસ મતદાન જેવી ઘટનાઓને રોકવા વહીવટી તંત્ર પૂર્વ આયોજિત કરી જિલ્લાના શહેરા. મોરવા હડફ, હાલોલ, કાલોલ ,ગોધરાના વિધાનસભાના અતિ સંવેદન બુથો ઉપર કેન્દ્રીય પોલીસબળ.

તેમજ સી.સી કેમેરા નિષ્ઠાવાન અધિકારી કર્મચારીઓની ટીમ મૂકી ન્યાયિક મતદાન થાય તે માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટી વિ.કે.ખાંડ તેમજ પાર્ટીના આગેવાનો ની ઉપસ્થિતમા જિલ્લા ચુંટણી અધિકારી પંચમહાલને રૂબરૂ મળીને આવા બુથોની વિગતો સાથે રજૂઆત કરેલ છે અને આવા અતિ સંવેદનશીલ બુથોની વિગતો કેન્દ્રીય ચૂંટણી આયોગ ગુજરાત ચૂંટણી વિભાગ રાજ્ય ગૃહ વિભાગને પણ ઇ-મેલ કરી રજૂઆત કરવામાં આવેલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers