Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બાહુબલીએ બધું જ બદલી નાખ્યું: અભિનેતા યશ

મુંબઈ, છેલ્લા કેટલાક વર્ષથી ચારેબાજુ સાઉથની ફિલ્મોની વાતો થઈ રહ્યા છે. જ્યાં એક તરફ સાઉથની ફિલ્મો બોક્સઓફિસ પર છપ્પરફાડ કમાણી કરીને વર્લ્ડ રેકોર્ડ તોડી રહી છે તો બીજી તરફ બોલિવુડની ફિલ્મોનું સુરસુરિયું થઈ રહ્યું છે.

એક સમય એવો હતો જ્યારે સાઉથની ફિલ્મો જાેવાનું કોઈ પસંદ કરતું નહોતું. તે સમયે બોલિવુડની બોલબાલા હતી અને સાઉથની ફિલ્મોને હિંદીમાં ડબ કરી ટીવી પર પ્રસારિત કરવામાં આવતી હતી. તે સમયે લોકોને તેના એક્શન સમજવામાં આવતા નહોતા.

KGF સ્ટાર યશની ભાષામાં કહીએ તો, ત્યારે લોકો સાઉથની ફિલ્મોની મજાક ઉડાવતા હતા. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, પહેલા લોકો સાઉથ ઈન્ડસ્ટ્રીને કઈ દ્રષ્ટિથી જાેતા હતા.

યશે કહ્યું હતું કે ‘૧૦ વર્ષ પહેલા નોર્થમાં હિંદીમાં ડબ થયેલી સાઉથની ફિલ્મો પોપ્યુલર હતી. પરંતુ શરૂઆતમાં અહીંયાના લોકોનો અલગ જ મત હતો. લોકો ત્યારે સાઉથની ફિલ્મોની મજાક ઉડાવતા હતા. લોકો કહેતા હતા કે, સાઉથની ફિલ્મો દરેક ચેનલ પર આવી રહી છે. આ શું એક્શન છે. બધા ઉડી રહ્યા છે.

પરંતુ ધીમે-ધીમે લોકો તેને પસંદ કરવા લાગ્યા. તેને આર્ટ ફોર્મમાં સમજવાનું શરૂ કર્યું’. યશે ઉમેર્યું હતું કે ‘ત્યારે સમસ્યા એ હતી કે, અમારી ફિલ્મો ઓછા રેટમાં વેચાતી હતી અને ડબિંગ પણ ખૂબ ખરાબ રીતે થતું હતું. તેને ખૂબ ખરાબ રીતે અને ફની નામ સાથે રજૂ કરવામાં આવતી હતી. મારી સાથે પણ આવું થઈ ચૂક્યું છે.

લોકો મને ‘રેમ્બો સર’ અને ‘ગ્રેટ લાયન’ના નામથી બોલાવવા લાગ્યા હતા. ત્યારે હું વિચારતો હતો કે આ લોકો શેના વિશે વાત કરી રહ્યા છે? પરંતુ લોકો હવે સાઉથની ફિલ્મોને સમજવા લાગ્યા છે. યશે સાઉથની ફિલ્મોને મળી રહેલા પ્રેમ અને સન્માન શ્રેય એસએસ રાજામૌલીને આપ્યો. તેણે કહ્યું હતું કે ‘લોકોએ અમારી ડબ થયેલી ફિલ્મોને સમજવાનું શરૂ કર્યું. તેનો શ્રેય રાજામૌલી સરને જાય છે.

જાે એક પથ્થરને તોડવાનો છે તો સતત પ્રયાસ કરવો પડશે. ‘બાહુબલી’થી અમને તે રસ્તો મળ્યો અને દ્ભય્હ્લ એક અલગ વિચાર સાથે બનાવી. તે કોઈને ડરાવવા માટે નહીં પરંતુ પ્રેરિત કરવા માટે બનાવવામાં આવી. ત્યારથી લોકોએ સાઉથની ફિલ્મો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers