Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદથી સુરત જતા અસદુદ્દીન ઓવૈસીની ટ્રેન પર ફેંકાયો પથ્થર

અમદાવાદ, હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. તમામ રાજકારણ પક્ષનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે AIMIMના અસદુદ્દીન ઓવૈસી પણ વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે છે.

આ દરમિયાન ઓવૈસી અને તેમના સાથીદારો અમદાવાદથી સુરત જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ દાવો AIMIM નેતા વારિસ પઠાણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને કર્યો છે.

નોંધનીય છે કે, સુરત આવવાનાં ૨૦થી ૨૫ કિલોમીટર પહેલા જ આ પથ્થર ફેંકાયો હતો. AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે આ અંગેની જાણ કરતા જણાવ્યુ કે, આજે સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી અને AIMIMની ટીમ અમદાવાદથી સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ જાેરથી પથ્થર મારીને ટ્રેનની બારીનો કાંચ તોડી નાંખ્યો હતો.

તેમણે ટિ્‌વટ કરીને આ અંગે માહિતી સાથે તસવીરો પણ શેર કરી છે. નોંધનીય છે કે, AIMIM આ પહેલા પણ કૌશિકા પરમારને ઉમેદવાર બનાવવાને કારણે ચર્ચામાં આવી હતી. દાણીલીમડા બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. વિધાનસભાની ૨૦૧૨ અને ૨૦૧૭ની બે ચૂંટણીમાં કોંગ્રેસના શૈલેષ પરમાર જીત્યા છે.

જાેકે આ વખતે તેમને ભાજપ અને AAP ઉપરાંત AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારનો પણ તેમને સામનો કરવો પડશે. દાણીલીમડાની બેઠકની ચૂંટણી રસપ્રદ બની રહશે. કારણ કે, આ વખતે એઆઈએમઆઈએમ દ્વારા મહિલા ઉમેદવાર કૌશિકા પરમારને ચૂંટણી ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૪૦ થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આ માટે પાર્ટીએ અમદાવાદની ત્રણ અને સુરતની બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આ પહેલા તેમની પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતુ કે, AIMIM અમદાવાદ શહેરમાંથી ૫ બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાના જણાવ્યા અનુસાર, ઔવેસીની પાર્ટી ગુજરાતમાં ૬૫ બેઠક પર ચૂંટણી લડાશે.

અમદાવાદમાં પાંચ સીટ પર ઉમેદવાર ઉભા કરવાનું નક્કી કર્યું છે. જેમાં જમાલપુર, ખાડીયા, બાપુનગર, દરીયાપુર, વેજલપુર, દાણીલીમડાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અમે ૬૫ જગ્યાએથી ઉમેદવાર ઉભા કરીશું. આગામી સમયમાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers