Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નડિયાદમાં બંધ મકાનમાંથી રૂા.૧૭ લાખની ચોરી કરનાર ચાર તસ્કરો પોલીસના હાથે પકડાયા

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં દેસાઈ વગા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ જાડુ ફેરવી હતી અને રૂપિયા ૧૭ લાખ કરતાં વધુની મતા ચોરી કરી ભાગી છુટ્યા હતા આ બનાવમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પકડી પાડી અન્ય ચોરીના ભેદ ખોલ્યા છે આ તસ્કરો પાસેથી હજુ વધુ મુદ્દામાં જપ થાય તેવી શક્યતાઓ પણ સેવાય રહે છે.

આ અંગે મળતી માહિતી મુજબ .નડિયાદ માં ૫ , ઓરડા દેસાઇ વગો , દેસાઇ સંન્કાર કેન્દ્ર નજીક રહેતા ભાવેશભાઈ કનુભાઈ પટેલ ના મકાન માં તા ૩/૧૧/૨૨ ના રોજ કેવો મકાનને તાળું મારી બહારગામ ગયા હતા આ બંધ મકાનમાં પ્રવેશવાનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી તિજાેરીઓ ખોલી તેમાં મુકેલ સોનાના દાગીના કી.રૂ. ૧૭,૫૦,૦૦૦ / – તથા ચાંદીના દાગીના કિ.રૂ. ૧,૨૫,૦૦૦ / – તથા રોકડા રૂ . ૧,૦૦,૦૦૦ / – મળી કુલ્લે રૂ . ૧૯,૭૫,૦૦૦ / – ના મત્તાની ચોરી કરી ભાગી ગયા હતા જે બાબતે નડિયાદ ટાઉન પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે ઇ.પી.કો કલમ ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી હતી.

ખેડા જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવેલી . અને જીલ્લા એલ.સી.બી તેમજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવી તપાસ વિવિધ દિશામાં શરૂ કરી હતી પોલીસે નડિયાદ ટાઉન તેમજ આજુબાજુના વિસ્તારના ૧૦૦ થી વધુ સી.સી.ટી.વી ફુટેજ , ટેકનીકલ ઇન્ફોરમેશન , હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું .

જે આધારે ગુનેગારોની વર્તણુંક પોલીસના અનુભવ અને ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સને સાંકળીને જાેતા ગુનો એક પુર્વ આયોજીત કાવતરું હોવાનું ફલિત થયું હતું પોલીસે આ બાબતે ઉડાણમાં તપાસ કરતા આ ચોરી રીઢા અને જાણીતા ગુનેગારો ધ્વારા આચરવામાં આવી હોવાની વિગતો મળતા પોલીસે તપાસને તે દિશામાં વાળી હતી આ તપાસ દરમિયાન લાલાભાઇ રમણભાઇ તળપદા (વાધરી) રહે.કીશન સમોસાનો ખાંચો, એલ.બી.એવન્યુ બોરકુવા પાસે,કોલેજ રોડ, નડીયાદ , નવઘણભાઇ પુંજાભાઇ તળપદા રહે, ઓડ માણેક તલાવડી કોલેજ પાછળ ખોડીયાર મંદીર પાસે તા.ઉમરેઠ જી.આણંદ, બ્રીજેશ ઉર્ફે સોની અશોકભાઇ પંચાલ રહે. ૧૧૮, રાજેન્દ્રનગર, મોખા તલાવડી નડિયાદ , મિતેશભાઇ ભીખાભાઇ તળપદા રહે, અબુબકર સોસાયટી પાછળ ખેતરમાં, મરીડા ભાગોળ નડિયાદ પકડાઈ ગયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers