Western Times News

Gujarati News

યુવતીને લગ્નની લાલચ આપી પડાવ્યા ૧૬. ૫૦ લાખ રૂપિયા

અમદાવાદ, આજકાલના યુવાનો લગ્ન કરવા માટે મેટ્રિમોનિયલ વેબસાઈટનો આશરો લેવા લાગ્યા છે. પરંતુ કેટલીકવાર અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો ભારે પડી શકે છે. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે આવું જ કંઈક થયું હતું.

મેટ્રિમોનિયમ વેબસાઈટ પર સંપર્ક થયા બાદ યુવતીએ યુવકનો વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ મીઠી-મીઠી વાતો કરી લગ્નનું વચન આપીને ૧૬.૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. વાત એમ છે કે, યુવકના વર્ષ ૨૦૧૧માં ડિવોર્સ થયા હતા. તેના માતા-પિતા વૃદ્ધ હોવાથી થોડી તકલીફ પડતી હતી.

જેના કારણે તેણે બીજીવાર લગ્ન કરવાનું વિચાર્યું હતું અને મેટ્રિમોનિયલ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યાં તેનો સંપર્ક રાજકોટમાં રહેતી યુવકી સાથે થયો હતો. બંને એકબીજાને સારી રીતે જાણી શકે તે માટે યુવકે યુવતીને મળવા માટે અમદાવાદ બોલાવી હતી અને તે આવી પણ હતી. ત્યારબાદ યુવતીએ યોગ્ય સમય આવ્યે માતા-પિતા સાથે વાત કરીને લગ્નની તારીખ નક્કી કરવા માટે જણાવ્યું હતું.

આ દરમિયાન બંને વચ્ચે ફોન કોલ અને વોટ્‌સએપ પર વાતચીત થતી રહેતી હતી. પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું કહીને યુવતીએ યુવકને થોડી મદદ કરવા કર્યું હતું. અલગ-અલગ બહાના હેઠળ તેણે યુવક પાસેથી ૧૬.૫૦ લાખ રૂપિયા પડાવ્યા હતા.

ત્યારબાદ વધુ ૧૦ લાખ માગતા યુવકે લગ્ન બાદ પૈસાની વ્યવસ્થા કરી આપશે તેમ કહ્યું હતું યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધું હતું. યુવતીએ લગ્નની ના પાડતા અને પોતાની સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોવાનું લાગતાં યુવકે પૈસા પરત આપવા માટે કહ્યું હતું.

યુવતીએ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં તમામ રકમ પાછા આપવાનું વચન આપ્યું હતું અને કેસ કરવા પર સુસાઈડ કરવાની ધમકી આપી હતી. તેની ધમકીથી ગભરાઈ ગયેલા યુવકે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

જાે કે, યુવતી આટલેથી અટકી નહોતી અને ફરીથી પૈસાની માગણી શરૂ કરી દીધી હતી તેમજ ખોટા કેસમાં ફસાઈ દેવાનું પણ કહ્યું હતું. આખરે કંટાળેલા યુવકે અમરાઈવાડી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.