Western Times News

Gujarati News

નડિયાદના કોટનના વેરહાઉસમાં ભીષણ આગ

અમદાવાદ, ખેડાના કોટનના વેરહાઉસમાં આગના કારણે લાખોનું નુકસાન થયું છે. જાેકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગુજરાતના ખેડા જિલ્લાના પલાણા ગામમાં કપાસની બોરીના ગોડાઉનમાં આગ લાગી હતી.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. નડિયાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે લગભગ ૮.૩૦ કલાકે આગની માહિતી મળી હતી. અનેક ટેન્ડરોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી થઇ.

આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનામાં વેરહાઉસ માલિકને લાખોનું નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું કે આગની માહિતી લગભગ ૮.૩૦ વાગ્યે મળી હતી, ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી.

તાજેતરમાં ગુજરાતના દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વધતી જતી આગને જાેતા ૮ થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.