Western Times News

Gujarati News

પીરાણાના કચરાના કારણે હવા પ્રદૂષિત થતાં જીપીસીબીએ મ્યુનિ.ને નોટીસ પાઠવી

Files Photos

મ્યુનિ.કહે છે અમને હજુ સુધી નોટીસ નથી મળી, મળશે એટલે જવાબ આપીશું

(એજન્સી)અમદાવાદ, શિયાળો શરૂ થતાની સાથે જ અમદાવાદ શહેરની હવા અતિ પ્રદુષીત હોવાનું નોધાઈ રહયું છે. ખાસ કરીને પીરાણામાં આવેલા કચરાનો ઢગલો સતત સળગતા રહેતાં તેમાંથી નીકળતાં ધુમાડાના કારણે વધુ પ્રદુષણ ફેલાઈ રહ્યાનું કહીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને નોટીસ ફટકારી છે.
છેલ્લા એક પખવાડીયાથી શહેરની હવામાં પ્રદુષણની માત્રા ખૂબ જ વધી ગઈ છે.

સવાર અને સાંજે હવામાં પ્રદુષણના કણો અનેકગણી સંખ્યામાં નોધાયા છે. સફર મોનીટરીગ બોર્ડ પર નોધાયેલા આંકડા મુજબ પીએમ ર.પની માત્રા ખુબ વધુ આવે છે. તેમાંય શહેરના બે લોકેશન એવા છે. જયાં આ પ્રમાણ ખૂબ ઉચું છે. જેના કારણે શહેરીજનોને શુધ્ધ હવા મળવામાં ભયંકર તકલીફ પડી રહી છે.

આ કારણોસર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એએમસીને નોટીસ ફટકારી છે. આ નોટીસ પાછળનું મુખ્ય કારણ પીરાણાનો કચરાનો ઢગ છે. જયાં સતત નાની મોટી આગ લાગેલી હોવાના કારણે ધુમાડો નીકળતો રહયો છે. અને તેના કારણે ખુબ જ પ્રદુષણ ફેલાય છે. આથી જીપીસીબીના અમદાવાદ ગ્રામ્યના રીજીયોનલ ઓફીસરે આ નોટીસ પાઠવી છે. બીજી બાજું મ્યુનિ.ના સોલીડ વેસ્ટના ડાયરેકટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે હજુ સુધી જીપીસીબી તરફથી આવી કોઈ નોટીસ અમને મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.